ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
દેશની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની આઈ.સી.આઈ.સી.આઈ બેંકે તેના ફ્રન્ટલાઈન 80,000 કર્મચારીઓને 8 ટકા સુધીનો પગાર વધારા રૂપે ઇનામ આપવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોવિડ -19 રોગચાળા દરમિયાન આ ફ્રન્ટ ડેસ્ક કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી સેવાઓને માન્યતા બિરદાવવા આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ આઠ ટકા સુધીનો વધારો ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટેનો છે અને ચાલુ જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે.
આ વાત એટલે પણ મહત્વની બની જાય છે કે હાલ મંદીનું કારણ ધરી સૌ કોઈ ક્યાં ટોહ પગાર ઘટાડી રહયાં છે અથવાતો સ્ટાફની છટણી કરી રહયા છે તેવા સમયે ખાનગી બેંક દ્વારા 80000 થઈ વધુ ફ્રોન્ટ ડેસ્ક સ્ટાફને પગાર વધારો આપવો ખૂબ જ આવકાર્ય યોગ્ય છે. દેશમાં માર્ચના અંતથી દેશભરમાં હજુ પણ આંશિક લોકડાઉન લાગુ છે અને આર્થિક પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડ્યો છે. એવા સમયે આઈસીઆઈસીઆઈ બેંકે માર્ચ ક્વાર્ટરમાં 26 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જેની રકમ 1,221 કરોડ હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com