News Continuous Bureau | Mumbai
શુક્રવારે IDBI બેન્કનો શેર BSE પર આગલા દિવસની સરખામણીમાં 0.71 %ના વધારા સાથે રૂ. 42.70 પર બંધ થયો હતો. વર્તમાન બજાર કિંમતે(market price) સરકાર અને LICનો 60.72 % હિસ્સો રૂ. 27,800 કરોડથી વધુ આંકવામાં આવશે.
સરકારે IDBI બેંકના ખાનગીકરણ(Bank Privatization) માટે રોકાણકારો પાસેથી બિડ મંગાવી છે. આ બિડ બેંકમાં કુલ 60.72 % હિસ્સો વેચવા માટે આમંત્રિત કરવામાં આવી છે. બિડ સબમિટ કરવાની અથવા એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ(Expression of Interest) (EoI) સબમિશન કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર છે. તાજેત્તરમાં, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) પાસે IDBI બેન્કમાં 49.24 % હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતા 529.41 કરોડ શેર છે, જ્યારે સરકાર પાસે 488.99 કરોડ શેર અથવા બેન્કમાં 45.48 % હિસ્સો છે.
આ સમાચાર પણ વાંચો : 76 સફેદ હીરા-18 કેરેટ સોનું- આ છે 27 કરોડની કિંમતની ઘડિયાળ- વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળમાં 110 હીરા જડ્યા- આંખોને આંજીનાખે તેવા ફોટોગ્રાફ અહીં જુઓ
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) વતી બિડ આમંત્રિત કરતાં એવું કહેવામાં આવ્યું છે કે, આમાંથી સરકાર 30.48 % અને LIC 30.24 % વેચશે, જે IDBI બેન્કની ઇક્વિટી શેર(Bank's equity share) મૂડીના 60.72 % છે. તેની સાથે જ આ સેલ દ્વારા IDBI બેંકમાં મેનેજમેન્ટ કંટ્રોલ(Management control) પણ ટ્રાન્સફર કરવામાં આવશે. જણાવી દઈએ કે, શુક્રવારે IDBI બેન્કનો શેર BSE પર આગલા દિવસની સરખામણીમાં 0.71 %ના વધારા સાથે રૂ. 42.70 પર બંધ થયો હતો. વર્તમાન બજાર કિંમતે સરકાર અને LICનો 60.72 % હિસ્સો રૂ. 27,800 કરોડથી વધુ આંકવામાં આવશે.