News Continuous Bureau | Mumbai
લોન પર લીધેલા મોબાઈલ ફોનને હવે લોક કરવાની મંજૂરી મળી શકે છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) લોન આપતી સંસ્થાઓને આ સુવિધા આપવા પર વિચાર કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, લોન ડિફોલ્ટના વધતા કેસોને ધ્યાનમાં રાખીને RBI પોતાના ‘ફેર પ્રેક્ટિસ કોડ્સ’ને અપડેટ કરી શકે છે. જોકે, આ નવા નિયમોને લઈને લોકોની ડેટા પ્રાઈવસી અને અધિકારો પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. 2024માં આવેલા એક અભ્યાસ મુજબ, ભારતમાં એક તૃત્યાંશ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો નાના લોન પર ખરીદે છે, જેમાં સ્માર્ટફોન પણ સામેલ છે.
RBI આપી શકે છે મંજૂરી
અગાઉ પણ ઘણી સંસ્થાઓ લોન પર લીધેલા ફોન લોક કરવા માટે એપનો ઉપયોગ કરતી હતી. ગયા વર્ષે RBIએ આ પ્રથા પર રોક લગાવી હતી. પરંતુ હવે RBI આ પ્રક્રિયાને મંજૂરી આપી શકે છે. આ માટે કેન્દ્રીય બેંક આગામી કેટલાક મહિનામાં ગાઈડલાઈન જારી કરી શકે છે. બેંક ઇચ્છે છે કે નાના લોન આપનારાઓને પણ પોતાની લોન રિકવર કરવાની સત્તા મળે, અને સાથે જ લોકોના ડેટાને પણ સુરક્ષિત રાખી શકાય. તેથી બેંક એક એવી વ્યવસ્થા તૈયાર કરી રહી છે, જેનાથી લેન્ડર્સને યુઝર્સના ડેટાને એક્સેસ કરવાથી રોકી શકાય. જોકે, આ સમગ્ર મામલે RBIએ હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.
આ સમાચાર પણ વાંચો : Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
કેવી રીતે લોક થશે ફોન?
બેંક અને NBFC આ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશનને ડિવાઇસ ખરીદતી વખતે ગ્રાહકના ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ માટે Google Device Lock Controller, Samsung Finance+ એપ અને અન્ય એપ્સનો ઉપયોગ થઈ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો, આ એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં લેન્ડર્સે ગ્રાહકની પરવાનગી લેવી પડશે અને તેઓ કોઈ પણ યુઝરના અંગત ડેટાને એક્સેસ કરી શકશે નહીં. કોઈપણ ફોન ત્યારે જ લોક કરી શકાશે, જ્યારે ગ્રાહક લોનની રકમ ચૂકવશે નહીં.