ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ઘર બનાવવું હોય તો તે માટે નગર વિકાસ વિભાગની પરવાનગી અનિવાર્ય હતી. હવે આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે લોકોને રાહત આપી છે. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ સો ચોરસ મીટર એટલે કે 3200 સ્ક્વેરફુટ સુધીના બાંધકામને હવે દરેક પ્રકારની પરવાનગી ના દાયરા માંથી મુક્ત કરવામાં આવ્યુ છે. આવા પ્રકારના ઘર બનાવવા માટે માત્ર સર્ટિફાઇડ આર્કિટેક પાસેથી પરવાનગી લેવાની રહેશે.
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને કારણે જે લોકો પોતાના પૂર્વજોની જમીન પર ઘર બનાવવા માંગે છે તેમને હવે ઓછી તકલીફ થશે. આ ઉપરાંત જે ડેવલપર નાના બંગલાઓ બનાવીને વેચવાનો વ્યવસાય કરે છે તેઓને પણ રાહત રહેશે.