ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
પાટણમાં રહેતા શંકરભાઈ પાસેથી બાદરગંજના કલ્પેશભાઇ પ્રજાપતિએ રોજિંદા ક્રમમાં રૂ. ૨૧ લાખની રકમ છુટક છુટક ઉછીની લીધી હતી. જે રકમ ફરીયાદી શંકરભાઇએ પરત માંગતા કલ્પેશભાઇએ રૂ. દોઢ લાખને રૂ. ૫૦ હજારનાં બે ચેક ૨૦૧૮માં આપ્યા હતા. જે ચેક ફરીયાદીએ ૧૬-૮-૨૦૧૮નાં રોજ ભરતાં તે પુરતા બેલેન્સનાં અભાવે પાછા ફર્યા હતા. આ પછી તેઓએ ચાર-ચાર વખત આ ચેક પોતાના ખાતામાં ભરતાં તે પાછા ફર્યા હતા તેઓએ તેમનાં એડવોકેટ મારફત નોટીસ આપી હતી. જે નોટીસને કલ્પેશભાઇને બજતી નહોતી ને તેમનાં ત્યાંથી આ વ્યક્તિ બાદરગંજમાં રહેતી નથી, લાપત્તા છે. તેથી આ પરત મોકલી આપી છે. તેવા શેરા સાથે પરત આવતી હતી ફરીયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો કે, આરોપી ઘરે હોવા છતાં જાણી જાેઇને નોટીસ સ્વિકારતા નથી અને આરોપીએ ફરીયાદીનાં લેણા રુપિયા વસુલ આપતા નથી. આ કેસ પાટણની કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષોની રજૂઆતો સાંભળીને આરોપીને ઉપરોક્ત સજા ફટકારી હતી.પાટણની જ્યુડિસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ પ્રિયંકાલાલે રૂ. ૧ લાખ ૫૦ હજાર અને રૂ. ૫૦ હજારનાં બે ચેક બાઉન્સ થવાનાં નેગોસિયેલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ૧૩૮ની ફરિયાદનાં અનુસંધાને એક આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. તથા રૂ. ૨ લાખ ૨૫ હજારનું વળતર ૬૦ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવાનો આદેશ કર્યો હતો.
પરિવર્તનનો પવન ફુંકાયો : આ ઇસ્લામિક દેશમાં શુક્રવારે બધું ખુલ્લું રહેશે… જાણો વિગતે