ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
૧લી એપ્રિલથી નવા આર્થિક વર્ષની શરૂઆત થતાં જ દેશમાં બેન્કિંગ અને ટેક્સ ને લગતા નિયમો પણ બદલાયા છે.જોકે આ નવા નિયમોમાં બદલાવ ની જાહેરાત બજેટ 2021 દરમિયાન જ થઈ ગઈ હતી.
બેન્કિંગ અને ટેક્સ ને લગતા આ નવા નિયમો ની અસર સામાન્ય જનતા થી લઈને શ્રીમંત વર્ગ સુધી દરેકને થશે. જાણીએ કયા બદલાવ થયા છે.
૧,પીએફ ના વ્યાજ પર ટેક્સ નો નિયમ બદલાયો છે.જે પણ ગ્રાહકના પીએફ ખાતામાં 5 લાખ સુધીની રકમ જમા હોય તો તેમને ટેકસ ભરવો નહીં પડે.
૨, Employees provident fund અકાઉન્ટમાં કંપની તરફથી કરવામાં આવતા કોન્ટ્રીબ્યુશન મા જો લેટ થાય તો તે કંપની ટેક્સ ડિડક્શન માટે દાવો નહીં કરી શકે.
૩, સિનિયર સિટીઝનને ITR ફાઇલ કરવામાં રાહત મળી છે. જે નાગરિકની ઉંમર ૭૫ વર્ષ કે તેનાથી વધુ હોય તેમણે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર નથી. તેઓ બેંકમાં ફક્ત ડિકલેરેશન ફાઇલ કરીને એઝમ્પશન ક્લેમ કરી શકે છે.
૪, Tax assessment ના રી ઓપનિંગ માટે ટાઈમ લીમીટ છ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે.
૫, ૧લી એપ્રિલથી ITR ફોર્મમાં ટેક્સ ને લગતી બધી વિગતો પહેલેથી જ છપાયેલી હશે. જેનાથી ITR ફાઇલ કરવું સરળ થઈ જશે.
૬, સાત બેન્કની ચેક-બુક અને જૂના IFSC ઇનવેલિડ થઈ જશે.દેના બેંક, વિજયા બેંક,કોર્પોરેશન બેન્ક,આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને ઈલાહાબાદ બેંક જેવી સાત બેંકો કે જેમનું બીજી બેંક સાથે વિલીનીકરણ થઈ ગયું છે. તેમની ચેકબુક, પાસબુક અને IFSC ઇનવેલિડ થઈ જશે.

૭, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં પહેલી એપ્રિલથી ઇનબેલ્ટ પેમેન્ટ સિસ્ટમ(AEPS) ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ લાગશે.
૮,ITR નહીં ભરવા પર TDS ડબલ ભરવો પડશે.
૯, Unit linked Insurance Plan(યુલિપ) માં અઢી લાખથી વધારે પ્રીમિયમ ભરવા વાળાઓને ટેક્સમાં છૂટ નહીં મળે.
૧૦, મિનરલ વોટર વેચવા માટે કંપનીએ BIS લાઇસન્સ લેવું જરૂરી છે.
૧૧, ITR લેટ ભરવા માટે પેનલ્ટીની રકમ માં બદલાવ કરવામાં આવ્યો છે.
૧૨, આધારકાર્ડ અને પાનકાર્ડ ડેડલાઈન પર લિંક ન કરવા બદલ ફાઈન ભરવો પડશે.
૧૩, બીલેટેડ રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવાની સમયમર્યાદા ઘટાડવામાં આવી છે .
૧૪, કાર અને બાઇક મોંઘા થશે.
૧૫, એર ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે.
૧૬,LPG ગેસ સિલિન્ડર સસ્તા થશે.
૧૭, Real Estate Infrastructure Trust અને Infrastructure Investment Trust માં TDS ભરવા માટે રાહત મળશે.