Site icon

પહેલી એપ્રિલ નવા આર્થિક વર્ષની શરૂઆત. નવા આર્થિક વર્ષમાં આવ્યા છે ઘણા બદલાવ જાણો અહીં…..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.

    ૧લી એપ્રિલથી નવા આર્થિક વર્ષની શરૂઆત થતાં જ દેશમાં બેન્કિંગ અને ટેક્સ ને લગતા નિયમો પણ બદલાયા છે.જોકે આ નવા નિયમોમાં બદલાવ ની જાહેરાત બજેટ 2021 દરમિયાન જ થઈ ગઈ હતી.
   બેન્કિંગ અને ટેક્સ ને લગતા આ નવા નિયમો ની અસર સામાન્ય જનતા થી લઈને શ્રીમંત વર્ગ સુધી દરેકને થશે.  જાણીએ કયા બદલાવ થયા છે.
૧,પીએફ ના વ્યાજ પર ટેક્સ નો નિયમ બદલાયો છે.જે પણ ગ્રાહકના પીએફ ખાતામાં 5 લાખ સુધીની રકમ જમા હોય તો તેમને ટેકસ ભરવો નહીં પડે.
૨, Employees provident fund અકાઉન્ટમાં કંપની તરફથી કરવામાં આવતા કોન્ટ્રીબ્યુશન મા જો લેટ થાય તો તે કંપની ટેક્સ ડિડક્શન માટે દાવો નહીં કરી શકે.
૩, સિનિયર સિટીઝનને ITR  ફાઇલ કરવામાં રાહત મળી છે. જે નાગરિકની ઉંમર ૭૫ વર્ષ કે તેનાથી વધુ હોય તેમણે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર નથી. તેઓ બેંકમાં ફક્ત ડિકલેરેશન ફાઇલ કરીને એઝમ્પશન ક્લેમ કરી શકે છે.
૪, Tax  assessment ના રી ઓપનિંગ માટે ટાઈમ લીમીટ છ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે.
૫, ૧લી એપ્રિલથી ITR ફોર્મમાં ટેક્સ ને લગતી બધી વિગતો પહેલેથી જ છપાયેલી હશે. જેનાથી ITR ફાઇલ કરવું સરળ થઈ જશે.
૬, સાત બેન્કની ચેક-બુક અને જૂના IFSC ઇનવેલિડ થઈ જશે.દેના બેંક, વિજયા બેંક,કોર્પોરેશન બેન્ક,આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને ઈલાહાબાદ બેંક જેવી સાત બેંકો કે જેમનું બીજી બેંક સાથે વિલીનીકરણ થઈ ગયું છે. તેમની ચેકબુક, પાસબુક અને IFSC ઇનવેલિડ  થઈ જશે.

Join Our WhatsApp Community


૭, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં પહેલી એપ્રિલથી ઇનબેલ્ટ પેમેન્ટ સિસ્ટમ(AEPS) ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ લાગશે.
 ૮,ITR નહીં ભરવા પર TDS ડબલ ભરવો પડશે.
૯, Unit  linked Insurance Plan(યુલિપ) માં અઢી લાખથી વધારે પ્રીમિયમ ભરવા વાળાઓને ટેક્સમાં છૂટ નહીં મળે.
૧૦, મિનરલ વોટર વેચવા માટે કંપનીએ BIS લાઇસન્સ લેવું જરૂરી છે.
૧૧, ITR લેટ ભરવા માટે પેનલ્ટીની રકમ માં બદલાવ કરવામાં આવ્યો છે.
૧૨, આધારકાર્ડ અને પાનકાર્ડ ડેડલાઈન પર લિંક ન કરવા બદલ ફાઈન ભરવો પડશે.
૧૩, બીલેટેડ રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવાની સમયમર્યાદા ઘટાડવામાં આવી છે .
૧૪, કાર અને બાઇક મોંઘા થશે.
૧૫, એર ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે.
૧૬,LPG ગેસ સિલિન્ડર સસ્તા થશે.
૧૭, Real Estate Infrastructure Trust અને Infrastructure Investment Trust માં TDS  ભરવા માટે રાહત મળશે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version