News Continuous Bureau | Mumbai
શેરબજારમાં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં મોટી કંપની હીરો મોટોકોર્પના MD પવન મુંજાલને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IT વિભાગની ટીમે, પવન મુંજાલના ગુડગાંવ સ્થિત ઓફિસ-ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
MD પવન મુંજાલ વિરુદ્ધ આરોપ છે કે તેમણે પોતાના ખાતામાં ખોટા બોગસ ખર્ચ બતાવ્યા હતા ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા આ જ મામલે સવારથી છાપેમારી કરવામાં આવી રહી છે.
આઇટીની ટીમને કેટલાક શંકાસ્પદ ખર્ચ મળ્યા હોવાની માહિતી છે.
જોકે, Hero MotoCorp કે IT વિભાગ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ જણાવવામાં નથી.
ઉલ્લેખનીય છે કે Hero MotoCorp એ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની 40 થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે.
આ સમાચાર પણ વાંચો : ઈ-કોમર્સ કંપનીઓ પર નિયંત્રણ લાવવા CAIT એ કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ સમક્ષ કરી આ માગણી.. જાણો વિગતે