ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
દેશના લાખો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે બજેટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નિર્મલા સીતારમણે આવકવેરા રિટર્નને લઈને મહત્વની જાહેરાત કરી છે, તે મુજબ કરદાતાઓ દ્વારા ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો તેની તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ હવેથી તે બંધ કરવામાં આવશે અને છેલ્લા બે વર્ષની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે.
આ અંગેની જાહેરાત કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "પહેલાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં કોઈ ભૂલ થતી તો કરદાતાની તપાસ કરવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ કરદાતાઓ પર પૂર્ણ વિશ્વાસ રાખવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમની પૂછપરછ કરવામાં આવશે નહીં. તેને ભૂલ સુધારવાની છૂટ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય લાખો કરદાતાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સહકારી સોસાયટીઓ માટે ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ 18.5 ટકાથી હવે 15 ટકા કર્યો છે.