News Continuous Bureau | Mumbai
India-Maldives row: કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ( CAIT) એ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) પર માલદીવના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના જવાબમાં માલદીવ સાથેના વેપાર સંબંધોને ( trade relations ) કામચલાઉ સ્થગિત કરવાની હાકલ કરીને દિલ્હીમાં આ મામલા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા પ્રદર્શનકારીઓએ અહીં ‘માલદીવ્સ ( Maldives ) સાથે વેપાર ( business ) સ્થગિત કરો’ સંદેશ સાથે બેનરો પકડ્યા હતા, જેમાં પીએમ મોદી પ્રત્યે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ પર તેમનો અસંતોષ અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ વેપારીઓ આ મામલે કહ્યું હતું કે આ કામચલાઉ સ્થગિત વેપાર વિરામ, માલદીવને એક મજબૂત સંદેશ મોકલશે, તેમ જ અન્ય દેશના રાજદ્વારી આદર અને સહકારના મહત્વને પ્રકાશિત કરશે.
India-Maldives row: ‘Stop promoting Maldives’, says trade body chairman; Maldives tourism panel looks to mend ties | All you need to know | India Newshttps://t.co/GDFng7Iq1b
— Mr Zubair (@MrZubai08999659) January 9, 2024
નોંધનીય છે કે, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પીએમ મોદીએ લક્ષદ્વીપ ટાપુઓની ( Lakshadweep Islands ) તેમની તાજેતરની મુલાકાતની તસવીરો શેર કરી હતી, જેણે માલદીવના સાંસદોનું ધ્યાન ખેંચ્યું હતું. જે માદ ત્યાંની એક મહિલા સાંસદે આ પોસ્ટ પર વડાપ્રધાન સામે વાંધાજનક ટિપ્પણી ( Offensive comment ) કરી હતી. જે બાદ આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી. જેમાં ઘણી સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે આ ટિપ્પણીની નિંદા કરી અને લોકોને ભારતમાં સુંદર સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી, જે ભારત દેશમાં પ્રવાસનને વેગ આપશે.
આ સમાચાર પણ વાંચો : Rahul Dravid: 11 જાન્યુઆરી 1973માં જન્મેલા રાહુલ શરદ દ્રવિડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય રાષ્ટ્રીય ટીમના કેપ્ટન છે, જે હાલમાં તેના મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે.
વેપાર સ્થગિત એ એક અસ્થાયી પગલું છે…
એક અહેવાલ મુજબ વેપારીઓએ આ અંગે પ્રકાશ પાડ્યો હતો કે વિરોધનો હેતુ પરસ્પર આદર પર આધારિત રાજદ્વારી સંબંધોને પ્રોત્સાહન આપવાના મહત્વને પ્રકાશિત કરવાનો છે. તેમજ આ મુદ્દે માલદીવ સરકારે યોગ્ય પગલા લેવાની પણ વિનંતી કરવામાં આવી હતી. વધુમાં આ અંગે કહ્યં હતું કે, અમે અમારા વડા પ્રધાન વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ટિપ્પણીની નિંદા કરવા માટે એકજૂટ છીએ. વેપાર સ્થગિત કરવો એ અમારી તીવ્ર નારાજગી વ્યક્ત કરવા અને રાજદ્વારી ચર્ચાઓમાં આદરની માંગ કરવા માટે એક પ્રતીકાત્મક પગલું છે.”
પ્રાપ્ત માહિતી અનુસાર વેપાર સ્થગિત એ એક અસ્થાયી પગલું છે, જે પરિસ્થિતિની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે અને સંવાદ દ્વારા ઝડપી નિરાકરણને પ્રોત્સાહિત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી માધ્યમો આ મુદ્દાને તાત્કાલિક ઉકેલશે.
(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. )