ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
ચીનથી ફેલાયેલા કોરોના અને લદાખ સરહદ પરની તંગદિલી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની જાહેરાત કરી હતી. જે યોજના વ્યાપાર ક્ષેત્રે સફળ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીન સાથેની વેપારી ખાધ અડધી થઈ છે. વેપારી ખાધ અડધી થવા પાછળ ચીનમાં ભારતની નિકાસ વધી છે, અને ભારતમાં ચીની ચીજવસ્તુઓની આયાત ઘટી છે, તે મહત્વનું કારણ છે. સરકારે ભારતીય બજારમાં ચીની સામાનોનું ડમ્પિંગ રોકવા મોટા પગલા લીધા છે. જેની સીધી અસર નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેખાઈ છે. તેમજ સરકારે ચીનની 250 થઈ વધુ એપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની સાથે ભારતની વેપારી ખાધ 12.6 બિલિયન ડૉલર રહી છે, જ્યારે પાછલા વર્ષ એપ્રિલથી ઓગસ્ટ સુધી વેપારી ખાધ 22.6 બિલિયન ડૉલર હતી. 2019માં આ જ સમયગાળામાં ભારતની ચીન સાથે વેપારી ખાધ 23.5 બિલિયન ડૉલર હતી. ચીનની સાથે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ પછી ભારત સરકારે દેશમાં ચીની સામાનની ડમ્પિંગ રોકવા માટે નિતીઓ પર કામ શરૂ કર્યું હતું. ભારતીય લોકોએ પણ ચીની સામાનનો બહિષ્કાર શરૂ કર્યો હતો. વિતેલા કેટલાક વર્ષોમાં ભારતીય ફોન માર્કેટમાં ચાઈનીઝ સ્માર્ટ ફોનનો દબદબો હતો તે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં હિસ્સો ઘટીને 72 ટકા જ રહી ગયો છે. જે પાછલા વર્ષે આખરી ત્રિમાસિક ગાળામાં 81 ટકા હિસ્સો હતો.
અત્યાર હાલ તો ચીન સામે ભારતની આત્મનિર્ભર ચાલ સફળ રહી છે. ચીનમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ તે ચીજવસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. તો જ આપણી ચીન પરની નિર્ભરતા ઓછી થાય.