ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
મર્જર થયાના લગભગ બે વર્ષ પછી, વોડાફોન આઈડિયા કંપનીએ તેનું નવું નામ જાહેર કર્યું છે. વોડાફોન આઇડિયા હવે VI તરીકે ઓળખાશે. વીનું આખું નામ વોડાફોન ઇન્ડિયા લિમિટેડ છે. આપને જણાવી દઈએ કે જિયોના આગમન પછી બનેં કંપનીઓ એકબીજામાં મર્જ થઇ ગઇ હતી. વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. મર્જર બાદ પણ અત્યાર સુધી બંન્ને કંપનીઓ પોત-પોતાના નામથી કામ કરી રહી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.
નવા નામની ઘોષણા અંગે સીઇઓ રવિન્દર ટકકરે બ્રાન્ડ નેમ લોન્ચ કરતા કહ્યું હતું કે વોડાફોન આઇડિયાનું વિલય બે વર્ષ પહેલા થયું હતું. ત્યારથી બનેં મોટા નેટવર્ક, અમારા લોકો, અને પ્રોસેસ એકીકરણની દિશામાં કામ કરી રહ્યા હતા. આ એક મહત્ત્વનું પગલું છે એની સાથે જ એકીકરણની પ્રક્રિયા પુરી થઇ છે. હવે નવી શરૂઆતનો સમય આવી ગયો છે. નવા નામની ઘોષણા સાથે, કંપનીએ તેની ટેરિફ યોજનામાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ કિંમતોમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.