191
Join Our WhatsApp Community
કોરોના સંકટ દરમિયાન ભાવ વધવા છતાં ભારતમાં આ કિંમતી પીળી ધાતુની આયાતમાં જંગી વધારો થયો છે.
આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ગત મે મહિના દરમિયાન દેશમાં સોનાની કુલ આયાતમાં વાર્ષિક તુલનાએ નવ ગણો વધારો થયો છે અને તેની આયાત 12 ટન નોંધાઇ છે.
મૂલ્યની રીતે જોઇએ તો મે મહિનામાં સોનાની આયાત 67.91 કરોડ ડોલરની રહી છે. નિષ્ણાતોના મતાનુસાર સોનાની આયાતમાં જંગી વૃદ્ધિનું કારણ લો બોઝ ઇફેક્ટર છે.
ગત વર્ષે મે મહિનામાં 7.63 કરોડ ડોલરની મૂલ્યના સોનાની આયાત થઇ હતી.
ઉલ્લેખનિય છે કે, ભારત સમગ્ર દુનિયામાં ચીન બાદ સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. ભારત દર વર્ષે 700થી 800 ટન સોનાની આયાત કરે છે.
કોરોનાકાળમાં એટીએમ મશીનમાંથી કેશ વિથડ્રોવલમાં થયો આટલા ટકાનો ઘટાડો, આંકડો જાણીને ચોંકી જશો
You Might Be Interested In