ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
આર્થિક મંદીના જમાનામા ગયાં સપ્તાહના અંતે ભારતના વિદેશી મુદ્રા ભંડાર 2.296 અબજ યુએસ ડૉલર (યુએસડી) વધીને 537.548 અબજ યુએસ ડૉલર પર પહોંચી ગયો છે. જ્યારે 14 ઓગસ્ટ, 2020 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, આ મુદ્રા ભંડાર 2.939 અબજ યુએસ ડોલર થી ઘટીને 535.252 અબજ યુએસ ડોલર થયો હતો. જ્યારે ઓગસ્ટના ચાલુ સપ્તાહે સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું હતું.
વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી વિનિમય ભંડારમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ યુનિટ્સમાં વધારો અથવા અવમૂલ્યનનો સમાવેશ થાય છે. ઉચ્ચ બેંકના આંકડા દર્શાવે છે કે સોનાના ભંડારમાં ભાવ ઘટવાને કારણે એક સપ્તાહમાં 331 મિલિયન યુએસ ડોલરથી ઘટીને 37.22 અબજ યુએસ ડોલર થયો છે.
7મી ઓગસ્ટના રોજ ફોરેક્સ રિઝર્વ 3.623 અબજ ડોલરના જોરદાર વધારા સાથે 538.191 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચ શિખરે પહોંચ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com