ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
દેશમાં મોંઘવારી વધી રહી છે અને હવે જથ્થાબંધ મોંઘવારી દર 12.54 ટકાથી વધીને 14.2 ટકા થઈ ગયો છે.
જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ખાવા પીવાની વસ્તુઓનો મોંઘવારી દર નવેમ્બર મહિનામાં 3.06 ટકાથી વધીને 6.70 ટકા નોંધાયો છે. જ્યારે ફ્યુલ અને પાવર સેકટરની મોંઘવારી 37.18 ટકાથી વધીને 39.18 ટકા થઈ ગઈ છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે દેશમાં મોંઘવારીનો આંકડો 12 વર્ષમાં સૌથી ઉપરની સપાટીએ પહોંચ્યો છે.
પેટ્રોલ ડિઝલ તેમજ વીજળીના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે મોંઘવારી વધી રહી છે.
ઈંડા અને મીટનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ 1.98 ટકાથી વધીને 9.66 ટકા પર પહોંચ્યો છે.
નાગપૂરમાં ભાજપે ગઢ રાખ્યો, વિધાનપરિષદની બેઠક કબજે કરી; જાણો વિગત