News Continuous Bureau | Mumbai
ખાદ્યતેલોના(Food oil) ઉંચા ભાવની(Oil prices) સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીયો(Indians) માટે રાહતજનક સમાચાર છે.
ઈન્ડોનેશિયાએ(Indonesia)પામ ઓઈલની(Palm oil) નિકાસ(Export) પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે.
પામ ઓઈલની નિકાસ પર લાદવામાં આવેલો પ્રતિબંધ(Restriction) 23 મેથી હટાવવામાં આવશે.
ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ સેક્ટરમાં કામ કરતા 17 મિલિયન લોકોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ(President Joko Widodo) આની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત 28 એપ્રિલથી ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે પામ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આજે ફરી તૂટ્યું માર્કેટ.. 1,267 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; નિફ્ટી 15,900 થી નીચે.. રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું થયું નુકસાન