News Continuous Bureau | Mumbai
SBI રિપોર્ટ
Investment SBI Report: ભારતની ઇન્વેસ્ટમેન્ટ ઇકોસિસ્ટમ અને એક્સટર્નલ કમર્શિયલ ઋણ (ECB)માં છેલ્લાં થોડાં વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના તાજેતરના અહેવાલમાં રોકાણની જાહેરાતોના વલણો, ખાનગી ક્ષેત્રના યોગદાન અને કોર્પોરેટ ફાઇનાન્સિંગમાં ECBની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
રોકાણની ઘોષણાઓ (9MFY25)
ભારતમાં રોકાણની પ્રવૃત્તિમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાંથી નોંધપાત્ર યોગદાન મળ્યું છે.

- 9MFY25 એટલે કે નાણાકીય વર્ષ 2025ના નવ મહિના (એપ્રિલ-ડિસેમ્બર 2024)માં કુલ રોકાણની જાહેરાત ₹32.01 લાખ કરોડ રહી હતી.
- આ 9MFY24માં ₹23 લાખ કરોડથી 39%નો વધારો દર્શાવે છે, જે સકારાત્મક રોકાણ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
- આ જાહેરાતોમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો લગભગ 56 ટકા (નાણાકીય વર્ષ 24) અને લગભગ 70 ટકા (9MFY25) હતો, જે મજબૂત કોર્પોરેટ વિશ્વાસનો સંકેત આપે છે.
ભારતીય કોર્પોરેટ્સનો ગ્રોસ બ્લોક

- માર્ચ 2024 સુધીમાં ભારતીય કોર્પોરેટ્સનો ગ્રોસ બ્લોક ₹106.50 લાખ કરોડ પર પહોંચ્યો હતો, જે માર્ચ 2020માં ₹73.94 લાખ કરોડ હતો.
- છેલ્લાં પાંચ વર્ષમાં કોર્પોરેટ ગ્રોસ બ્લોકમાં વાર્ષિક સરેરાશ ₹8 લાખ કરોડથી વધુનો ઉમેરો થયો છે.
- આ ઉપરાંત માર્ચ 2024માં મૂડીગત કાર્ય 13.63 લાખ કરોડ રૂપિયા હતું, જે મજબૂત ચાલુ પ્રોજેક્ટ વિકાસનો સંકેત આપે છે.
ઘરેલુ ચોખ્ખી નાણાકીય બચત
ભારતમાં ઘરેલુ ચોખ્ખી નાણાકીય બચત (HNFS) નાણાકીય વર્ષ 2023માં 5.0 ટકાથી સુધરીને નાણાકીય વર્ષ 2024માં GDPના 5.3 ટકા થઈ ગઈ છે. આ ઉપરાંત ભૌતિક સંપત્તિમાં બચત નાણાકીય વર્ષ 2023માં GDPના 12.9 ટકાથી વધીને નાણાકીય વર્ષ 24માં 13.5 ટકા થઈ ગઈ છે.
GDPની ટકાવારી તરીકે રોકાણ
તાજેતરના વર્ષોમાં GDPના હિસ્સા તરીકે રોકાણમાં સુધારો થયો છે, જેનું નેતૃત્વ સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રદાન દ્વારા કરવામાં આવ્યું છે.

- નાણાકીય વર્ષ 23માં સરકારી રોકાણ GDPના 4.1 ટકા સુધી પહોંચ્યું હતું, જે નાણાકીય વર્ષ 2012 પછીનું સૌથી વધુ રોકાણ છે.
- નાણાકીય વર્ષ 2023માં ખાનગી કોર્પોરેટ રોકાણ વધીને GDPના 11.9 ટકા થયું છે, જે નાણાકીય વર્ષ 2016 પછીનું સૌથી ઊંચું સ્તર છે.
- નાણાકીય વર્ષ 24માં ખાનગી રોકાણનો હિસ્સો વધુ વધીને આશરે 12.5% થવાનો અંદાજ છે, જે સુધારેલા વ્યવસાયિક સેન્ટિમેન્ટને પ્રતિબિંબિત કરે છે.
બાહ્ય વાણિજ્યિક ઉધાર (ECB) (સપ્ટેમ્બર, 2024 સુધી)
ECB ભારતીય કોર્પોરેટ્સ માટે ભંડોળના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે, જે મૂડી વિસ્તરણ અને આધુનિકીકરણને સક્ષમ બનાવે છે.

- સપ્ટેમ્બર 2024 સુધીમાં કુલ બાકી ECB 190.4 અબજ ડોલર હતું.
- તેમાંથી નોન-રૂપિયા અને નોન-એફડીઆઇ ઘટકોનો હિસ્સો આશરે 154.9 અબજ ડોલરનો હતો.
- ખાનગી ક્ષેત્રનો હિસ્સો 63 ટકા (97.58 અબજ ડોલર) હતો, જ્યારે જાહેર ક્ષેત્રનો હિસ્સો 37 ટકા (55.5 અબજ ડોલર) હતો.
- હેજિંગ એ એક નિર્ણાયક પાસું છે, જેમાં ખાનગી કંપનીઓ કુલ હેજ્ડ કોર્પસના આશરે 74% હેજિંગ કરે છે.
નાણાકીય વર્ષ 25માં ECB (નવેમ્બર 2024 સુધી)
ECB પાઇપલાઇન મજબૂત છે, જે વિદેશી ભંડોળની સતત માંગને પ્રતિબિંબિત કરે છે.
- નવેમ્બર 2024 સુધીમાં કુલ ECB રજિસ્ટ્રેશન 33.8 અબજ ડોલર હતું.
- નાણાકીય વર્ષ 24માં રજિસ્ટ્રેશનનો લગભગ અડધોઅડધ હિસ્સો કેપિટલ ગુડ્ઝની આયાત, આધુનિકીકરણ, સ્થાનિક મૂડીગત ખર્ચ અને નવા પ્રોજેક્ટ્સ માટે છે.
- GDPની ટકાવારી તરીકે ECB નોંધણી, નાણાકીય વર્ષ 2020માં 1.9 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 24માં 1.2 ટકા થઈ ગઈ છે, જે સ્થાનિક ધિરાણ વિકલ્પોમાં સુધારો સૂચવે છે.
ECB કોસ્ટ ટ્રેન્ડ્સ (એપ્રિલ-નવેમ્બર 2024)
ECB પરના વ્યાજના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે, જે ભારતીય કંપનીઓ માટે ઉધાર ખર્ચમાં ઘટાડો કરે છે.
- એપ્રિલ-નવેમ્બર 2024 દરમિયાન ECBનો એકંદર ખર્ચ વર્ષ-દર-વર્ષ 12 બેસિસ પોઇન્ટ ઘટીને 6.6 ટકા થયો છે.
- નવેમ્બર 2024માં ECBની એકંદર કિંમત વધુ ઘટીને 5.8% થઈ ગઈ છે, જે અગાઉના મહિનાની તુલનામાં 71 બેસિસ પોઇન્ટનો ઘટાડો છે.
ECB ડેટા પર સ્પષ્ટતા
તાજેતરના અહેવાલોમાં ભારતની ECBની જવાબદારીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ છે.
- કેટલાક મીડિયા સૂત્રોએ ખોટી રીતે અહેવાલ આપ્યો છે કે 2025ની શરૂઆતમાં ભારતનો ECB સ્ટોક 273 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.
- જો કે, RBIના ડેટા (સપ્ટેમ્બર 2024) મુજબ, વાસ્તવિક બાકી ECB 190.4 અબજ ડોલર છે.
- આ વિસંગતતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ (FPI)માં $72.057 અબજના સમાવેશથી ઊભી થાય છે – લાંબા ગાળાની કોર્પોરેટ અને સરકારી સિક્યોરિટીઝમાં ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ, જેને કોર્પોરેટ ECB જવાબદારીઓ તરીકે વર્ગીકૃત કરવી જોઇએ નહીં.
સંદર્ભો
કૃપા કરીને pdf ફાઇલ જોવા અહીં ક્લિક કરો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.