NSE Update: રોકાણકારો સાવધાન, NSE એ ચીફના ડીપફેક વિડિયો પર ઈન્વેસ્ટરોને કર્યા એલર્ટ, કહ્યું- જે શેરની ભલામણ કરતા જોવા મળ્યા હતા તે..

Investors beware, NSE alerts investors on Chief's deepfake video, says- He who was seen recommending shares..
Investors beware, NSE alerts investors on Chief's deepfake video, says- He who was seen recommending shares..

  News Continuous Bureau | Mumbai 

NSE Update: નેશનલ સ્ટોક એક્સચેન્જ ( NSE ) એ રોકાણકારોને તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ( CEO ) આશિષ કુમાર ચૌહાણના ડીપ ફેક વીડિયો વિશે ચેતવણી આપી છે, જેમાં તે કથિત રીતે કેટલાક શેરોની ભલામણ કરતા જોવા મળે છે. 

NSEએ બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ચૌહાણનો ચહેરો અને અવાજ અને NSE લોગોનો ઉપયોગ ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને બનાવવામાં આવેલા કેટલાક રોકાણ ( investment ) અને સલાહ સંબંધિત ઑડિયો અને વીડિયો ક્લિપ્સમાં કરવામાં આવ્યો છે.

 NSEએ રોકાણકારોને ચેતવણી આપી છે કે તેઓ આવા ઓડિયો અને વીડિયો પર વિશ્વાસ ન કરે..

ચૌહાણના ( Ashish Kumar Chauhan ) અવાજ અને ચહેરાના હાવભાવની નકલ કરવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીની ( technology ) મદદથી આવા વીડિયો ( Deepfake Videos )  બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે, એક્સચેન્જે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ડીપફેક એ વ્યક્તિને ખોટી રીતે રજૂ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગનો ઉલ્લેખ કરે છે. આમાં, હેરાફેરી દ્વારા, વ્યક્તિને કંઈક અલગ કરતા અથવા કંઈક અલગ કહેતા બતાવવામાં આવે છે જે તેણે ક્યારેય કહ્યું નથી અથવા કર્યું નથી હોતું.

આ સમાચાર પણ વાંચો : NASA: ચંદ્ર ઉપર એક પદાર્થ ઉડતો જોવા મળ્યો, શું તે UFO હતું? નાસાએ હવે કહ્યું સત્ય.

રોકાણકારોને ( investors ) ચેતવણી આપવામાં આવે છે કે ખોટી માહિતી ફેલાવવાનું અને પ્રતિષ્ઠાને નુકસાન થવાનું જોખમ છે. NSEએ રોકાણકરોને ચેતવણી આપી છે કે તેઓ આવા ઓડિયો અને વીડિયો પર વિશ્વાસ ન કરે અને આવા નકલી વીડિયો અથવા અન્ય માધ્યમોમાંથી આવતા કોઈપણ રોકાણ કે અન્ય સલાહને અનુસરે નહીં.

આ સાથે, એક્સચેન્જે એ પણ રેખાંકિત કર્યું છે કે NSE કર્મચારીઓ કોઈપણ સ્ટોકની ભલામણ કરવા અથવા તે શેરોમાં સોદા કરવા માટે અધિકૃત નથી. NSEએ કહ્યું કે તે ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પરથી આવા વીડિયોને દૂર કરવાની વિનંતી કરવામાં હાલ વ્યસ્ત છે.

એક્સચેન્જે રોકાણકારોને NSE દ્વારા મોકલવામાં આવેલા સંદેશાવ્યવહાર અને સામગ્રીના સ્ત્રોતને ચકાસવા અને અધિકૃત ઈન્ટરનેટ મીડિયા હેન્ડલ્સ તપાસવા પણ કહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!