Taapsee pannu: તાપસી પન્નુ એ મેથિયાસ બો સાથેના પોતાના લગ્ન ની કરી પુષ્ટિ, જણાવ્યું ગુપચુપ સાત ફેરા લેવાનું કારણ

Taapsee pannu: થોડા દિવસો પહેલા તાપસી પન્નુ ના લગ્ન ની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે તાપસી પન્નુ એ પોતે પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી છે.

by Zalak Parikh
taapsee pannu confirmed secret wedding with mathias boe

News Continuous Bureau | Mumbai 

Taapsee pannu: તાપસી પન્નુ અને મેથિયાસ બો ના લગ્ન ના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ લોકો ચોંકી ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ તાપસી પન્નુ એ 22 માર્ચે જ ઉદયપુરમાં ભવ્ય રીતે મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા.જોકે હજુ સુધી તાપસી એ સોશિયલ મીડિયા પર તેના લગ્નના સત્તાવાર ફોટા અને વિડિયો શેર કર્યા નથી, પરંતુ તાપસી એ પોતાના લગ્ન ની પુષ્ટિ કરી છે અને વિડીયો અને ફોટા શેર નહીં કરવાનું કારણ પણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂરે રામાયણ માટે કસી કમર, લઇ રહ્યો છે આવી ટ્રેનિંગ, જુઓ વિડીયો

તાપસી પન્નુ એ કર્યો ખુલાસો 

તાપસી એ એક મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં પોતાના લગ્ન ની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “મને ખબર નથી કે હું મારા અંગત જીવનને જે રીતે જાહેરમાં લાવવા માંગુ છું તે રીતે તે થાય છે. મેં આ માટે સાઇન અપ કર્યું છે, મારા જીવનસાથી અથવા લગ્નમાંના લોકોએ નહીં. તેથી જ મેં તેને મારા પૂરતું માર્યાદિત રાખ્યું હતું.. તેને ગુપ્ત રાખવાનો ક્યારેય કોઈ ઈરાદો નહોતો.” આ ઉપરાંત અભિનેત્રી તેના લગ્ન ના ફોટા અને વિડીયો ઓનલાઇન અપલોડ કરવાનું વિચારી નથી રહી કારણકે આના માટે તે માનસિક રીતે તૈયાર નથી.


તાપસી એ કહ્યું,”મારી નજીકના લોકો, જેઓ ઉજવણીનો ભાગ હતા, તેઓ હંમેશા મારા સંબંધો અને ઇરાદા વિશે જાણતા હતા કે હું ક્યારે અને કેવી રીતે લગ્ન કરવા માંગુ છું. હું આવા પ્રસંગો પર કોઈપણ પ્રકારના નિર્ણયને ટાળવા માંગતી હતી અને મારા નજીકના લોકો સાથે રહેવા માંગતી હતી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More