Site icon

IPOs This Week: બજેટ સપ્તાહમાં શેરબજારની મંદિ વચ્ચે, આ સપ્તાહમાં બજારમાં લોન્ચ થયા આઠ આઈપીઓ.. જાણો વિગતે..

IPOs This Week: આ સપ્તાહ દરમિયાન 8 નવી કંપનીઓના IPO આવ્યા હતા. જોકે, તમામ આઠ IPO માત્ર SME સેગમેન્ટમાં જ લોન્ચ કરવામાં આવ્યા હતા. સપ્તાહ દરમિયાન જે કંપનીઓના IPO લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમાં RNFI સર્વિસિસ, SAR ટેલિવેન્ચર, VVIP ઈન્ફ્રાટેક, VL ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, મંગલમ ઈન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગ, ચેતના એજ્યુકેશન, અપ્રેમ્યા એન્જિનિયરિંગ અને ક્લિનીટેક લેબોરેટરીનો સમાવેશ થાય છે.

IPOs This Week Investors will be rich in the budget week, eight IPOs launched in the market this week

IPOs This Week Investors will be rich in the budget week, eight IPOs launched in the market this week

News Continuous Bureau | Mumbai

IPOs This Week:  શેરબજારમાં લગભગ બે અઠવાડિયાની મંદિ બાદ, સપ્તાહ દરમિયાન IPOની પ્રવૃતિઓ તેજ રહી હતી. આ સપ્તાહ દરમિયાન શેરબજારમાં ( Stock Market ) 8 નવા IPO લોન્ચ થયા હતા. તેમ છતાં આ અઠવાડિયે પણ મેઈનબોર્ડ પર ધીમી ગતિ રહ્યું હતું. 

Join Our WhatsApp Community

શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સપ્તાહ દરમિયાન 8 નવી કંપનીઓના IPO આવ્યા હતા. જોકે, તમામ આઠ IPO માત્ર SME સેગમેન્ટમાં ( SME segment ) જ લોન્ચ કરવામાં આવ્યા હતા. સપ્તાહ દરમિયાન જે કંપનીઓના IPO ( Stock Market IPO ) લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમાં RNFI સર્વિસિસ ( RNFI Services ) , SAR ટેલિવેન્ચર, VVIP ઈન્ફ્રાટેક, VL ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, મંગલમ ઈન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગ, ચેતના એજ્યુકેશન, અપ્રેમ્યા એન્જિનિયરિંગ અને ક્લિનીટેક લેબોરેટરીનો સમાવેશ થાય છે.

IPOs This Week: RNFI સર્વિસિસ અને SAR ટેલિવેન્ચરના IPO 22 જુલાઈએ ખુલ્યો હતો અને 24 જુલાઈએ બંધ થયો હતો….

RNFI સર્વિસિસ અને SAR ટેલિવેન્ચરના ( SAR Televenture ) IPO 22 જુલાઈએ ખુલ્યો હતો અને 24 જુલાઈએ બંધ થયો હતો. RNFI સર્વિસિસ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 98 થી રૂ. 105 રાખવામાં આવ્યા હતા. આ IPOનું કદ 70.81 કરોડ રૂપિયા હતું. જ્યારે SAR ટેલિવેન્ચરના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 200-210 રાખવામાં આવી હતી અને આ કંપની આઇપીઓમાંથી રૂ. 150 કરોડ એકત્ર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

સપ્તાહ દરમિયાન, VVIP ઇન્ફ્રાટેક અને VL ઇન્ફ્રાપ્રોજેક્ટ્સના IPO બજેટના દિવસે એટલે કે 23મી જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે પછી, મંગલમ ઈન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગ અને ચેતના એજ્યુકેશનનો આઈપીઓ 24મી જુલાઈએ ખુલ્યો હતો. જ્યારે Aprameya એન્જિનિયરિંગ અને ક્લિનીટેક લેબોરેટરીના IPO 25 જુલાઈના રોજ ખુલ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Riddhima kapoor: રણબીર અને આલિયા ની પુત્રી વિશે રીધ્ધીમા એ કહી આવી વાત, ફોઈ ને આ નામ થી બોલાવે છે રાહા કપૂર

બજેટ ( Union Budget ) સપ્તાહ દરમિયાન શેરબજારમાં નવા શેરો લિસ્ટ થવાના પણ એંધાણ છે. સોમવારથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 8 નવા શેર બજારમાં લિસ્ટ થયા હતા.  આમાં સનસ્ટાર, થ્રી એમ પેપર બોર્ડ્સ, પ્રિઝર વિઝટેક, સતી પોલી પ્લાસ્ટ, એલિયા કોમોડિટીઝ, તુનવાલ ઇ-મોટર્સ, મેકોબ્સ ટેક્નોલોજીસ અને કટારિયા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version