સિમેન્ટ કિલ્ન્સમાં પ્લાસ્ટિક બાળવું એ સરળ ઉપાય છે. પણ, એ સાચું પ્લાસ્ટિક રિસાઇકલિંગ નથી, કારણ કે તેમાં વર્જિન પ્લાસ્ટીકનું ઉત્પાદન ચાલુ જ રહે છે. શું આપણે પ્લાસ્ટિક રિસાઇકલિંગમાં ખરેખર પ્રગતિ કરી રહ્યા છીએ કે પછી આ પ્રક્રિયામાં નવાં જ પ્રકારની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છીએ?
ભારતમાં દર વર્ષે 34 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન થાય છે. આપણે જાણીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ રિસાઇકલિંગ છે, પણ વાસ્તવિકતા ઘણી જટિલ છે. માત્ર ઊંચી મૂલ્યનાં પ્લાસ્ટિકનું જ નવી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સમાં રિસાઇકલિંગ થાય છે, જ્યારે મધ્યમ મૂલ્યનું પ્લાસ્ટિક મોટે ભાગે સિમેન્ટ કિલ્ન્સમાં ઇંધણ તરીકે જાય છે. ઓછાં મૂલ્યનાં પ્લાસ્ટિકની તો વાત ન જ કરીએ તો સારું. આવાં પ્લાસ્ટિકને લેન્ડફિલનાં પહાડોમાં ફેંકી દેવામાં આવે છે, જે ધીમે ધીમે જમીનના નીચેનાં પડ સુધી પહોંચે છે અથવા તો સમુદ્રમાં જાય છે. આમ, મોટો સવાલ એ છે કે આપણે રિસાઇકલિંગને કઈ રીતે ઠીક કરીએ?
વર્ષ 2016થી પ્લાસ્ટિકનાં વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે, પણ આ જ સમયગાળામાં પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન બમણું થયું છે. મિકેનિકલ રિસાઇકલિંગ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક નું પ્રમાણ 65 ટકાથી વધુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફંડનો અભાવ અને ઓછા લોકોને રસ હોવાથી રિસાઇકલિંગ માટેની અન્ય પધ્ધતિઓ ભારતમાં હજુ પ્રાથમિક તબક્કામાં છે. મોટે ભાગે, રિસાઇકલિંગ અંગેની ચર્ચામાં ટેકનોલોજી અને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થતી હોય છે, જાણે કે તે કાર્યક્ષમ રિસાઇકલિંગ આડે અવરોધક હોય. જો કે, મોટા ભાગનાં વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓછો ઉપયોગ થાય છે અને તે ઇષ્ટતમ નથી હોતું. ખરો પડકાર તો મૂળ સ્થાન (સોર્સ)થી પ્રોસેસિંગ સુધી સરળ અને પારદર્શક લિન્ક ઊભી કરવાનો છે. મૂળ સ્થાનેથી જ સેગ્રીગેશન ન થાય અને કચરો લેન્ડફિલ સાઇટ પર જતો રહે પછી રિસાઇકલ્ડ પ્લાસ્ટિક્સની રિકવરી ક્ષમતા જતી કરી શકો છો. ઓછા મૂલ્યનું પ્લાસ્ટિક લેન્ડફિલમાંથી ક્યારેય ઉઠાવી નહીં લેવાય.
આ સમાચાર પણ વાંચો : શું રેલ્વેનું પણ થશે ખાનગીકરણ? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ
કડક નિયમ પાલન દ્વારા સોર્સ સેગ્રીગેશન કરવાની, સોર્સ અને પ્રોસેસર્સ વચ્ચે કાર્યક્ષમ લિન્કેજ ઊભું કરવાની, કલેક્શન ચાર્જીસ વસૂલવાની (જે અત્યંત વિવાદાસ્પદ અને રાજકીય મુદ્દો છે), રિસાઇકલિંગ ઇકોસિસ્ટમની ક્ષમતા મહત્તમ કરવાનો વ્યૂહ ઘડવાની તથા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને રિસાઇકલિંગ નો જથ્થો અને પ્રકાર માં વધારો કરવાની જરૂર છે.
નવા ઘડવામાં આવેલા ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022’ (PWM) આ દિશામાં પ્રોત્સાહક પગલું છે. હાલમાં બ્રાન્ડ માલિકોએ 100 ટકા કલેક્શન અને રિસાઇકલિંગ કરવું પડે છે, અને હવે પેકેજીંગમાં રિસાઇક્લેબલ પ્લાસ્ટિકનો હિસ્સો વધારવાનું, પેકેજિંગ પ્લાસ્ટિકની જાડાઈ વધારવાનું તથા લેબલિંગ અંગેની ગાઇડલાઇન્સ બહાર પાડવાનું લક્ષ્ય છે, જેનો હેતુ કલેક્શન કાર્યક્ષમતા વધારવાનો છે. જો કે, આ નવી ગાઇડલાઇન્સની સફળતા માટે એકંદર ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂર છે.
અગાઉ જણાવ્યું તેમ રિસાઇકલિંગ હબ્સ કેટલાંક વિસ્તારોમાં કેન્દ્રિત છે, તેથી તેનો ઓછો વપરાશ થાય છે અને સપ્લાય ચેઇન સરળ નથી. બીજું, પ્લાસ્ટિકના રિસાઇકલિંગમાં વધુ ખર્ચ થાય છે અને તે ટકાઉ નથી. વેસ્ટ જનરેટરે થોડો ખર્ચ ઉઠાવવો જોઇએ. પ્લાસ્ટિક રિસાઇકલિંગમાં સૌથી મોટી ચિંતા કલેક્શન અને વેસ્ટ સેગ્રીગ્રેશનના ઊંચા ખર્ચની છે. ઘર, કલેક્શન પોઇન્ટ, પ્રોસેસિંગ અને રિસાઇકલ્ડ મટિરિયલની અંતિમ વહેંચણી સુધીની વેસ્ટ વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલાં દરેક હિતધારકે જવાબદારી ઉઠાવવાની જરૂર છે.
ગોદરેજ ગ્રૂપમાં અમે કેટલાંક સોલિડ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. અમે એ નોંધ્યું છે કે ધરમાં સોર્સ સેગ્રીગ્રેશનમાં સૌથી વધુ સંગઠિત પ્રયાસ કરવાની જરૂર છે. ઘરમાં જ વેસ્ટ સેગ્રીગ્રેશન માટે લોકોની વર્તણુકમાં પરિવર્તન લાવવા લોકોને સમજાવવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે, ત્યાર પછી જ લોકોને તેની આદત પડશે. એક તબક્કે નગરપાલિકાઓએ પણ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનીટરીંગ (અમે અમારાં કેટલાક પ્રોજેક્ટ્સમાં તેનો અમલ કર્યો છે) કરીને સેગ્રીગ્રેશન નહીં કરનાર પાસેથી દંડ વસૂલવાનું વિચારવું જોઇએ. વર્તણુંકમાં ફેરફાર લાવવાની સાથે સાથે આપણે લોકોને ઇલેક્ટ્રિસિટી, વોટર કે ગેસ સપ્લાયની જેમ વેસ્ટ મેનેજમેન્ટને પણ મહત્વની સેવા ગણવા સમજાવવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે મોટો ઘટાડો, મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો..
એક કન્સેપ્ટ તરીકે રિસાઇકલિંગ ભારતમાં તેની સંભાવના પૂરી કરે તે સુનિશ્ચિત કરવા માટે વેસ્ટ વેલ્યુ ચેઇનમાં આપણે બધાંએ મહત્વની ભૂમિકા ભજવવાની છે. રિસાઇકલિંગ ઉદ્યોગમાં પુનર્વિચાર કરવાનાં અનેક લાભ છે. કચરાથી ઊભરાતી લેન્ડફિલ સાઇટ ઘટવાથી આપણા સમુદાયને લાભ થશે, હિતધારકો કચરાનું સાતત્યપૂર્ણ અર્થતંત્ર ઊભું કરી શકશે, સરકાર રોજગારી અને આવકનું સર્જન કરી શકશે અને કચરાનાં ક્ષેત્રમાં રોજગારીની તકો ખુલવાથી લોકોને આજીવિકાનો સ્ત્રોત મળશે.. ‘વેસ્ટ- ટુ-વેલ્થ’એ માત્ર એક કલ્પના કે ખ્યાલ નથી, પણ રોકાણ તથા તક માટેનો સાચો કેસ છે.
 
			         
			         
                                                        