Site icon

ઝવેરીઓની ચિંતામાં વધારોઃ જૂના સ્ટોક પર હોલમાર્કને લઈને દેશભરના ઝવેરીઓએ કરી આ માગણી; જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,29 જુલાઈ  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ઝવેરીઓ પાસે સ્ટોકમાં રહેલા  સોનાના દાગીનાનું હોલમાર્કિંગ કરવાની મુદત 31 ઓગસ્ટ 2021 સુધી વધારી આપવામાં આવી છે.  પરંતુ દેશભરમાં હોલમાર્કિંગ કરી આપનારા સેન્ટરની સંખ્યા અપૂરતી છે. તેથી સ્ટોકમાં રહેલા દાગીનાનું સમયસર હોલમાર્કિંગ નહીં થયું તો દંડાત્મક પગલા લેવામાં આવશે. તેના ડરે દેશભરના ઝવેરીઓ જૂના સ્ટોક પર હોલમાર્કિગ કરવાની મુદત એક વર્ષ સુધીની વધારી આપવાની માગણી કેન્દ્ર સરકારને કરી છે.  

સોનાની શુદ્ધતા પર ભાર આપતા સરકારે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે.  પરંતુ હોલમાર્કિંગ કરનારા સેન્ટરની સંખ્યા ઓછી છે. મુંબઈમાં તો ફકત 52 જેટલા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાર્ન્ડસ (BIS) દ્વારા માન્યતા પ્રાપ્ત સેન્ટર છે. તેથી 31 ઓગસ્ટ સુધી હોલમાર્કિંગ પૂરુ નહીં કરી શકાશે એવી ચર્ચા હાલ ઝવેરી બજારમાં ચાલી રહી છે.

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશના  નેશનલ પ્રેસીડન્ડ પંકજ અરોરાએ હાલમાં જ કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલને પત્ર લખ્યો છે. તેમના કહેવા મુજબ હોલમાર્કિગ કરનારા સેન્ટરની અપૂરતી સંખ્યા છે. તેમાં પણ ગ્રામીણ વિસ્તારમાં તો ઝવેરીઓને વધારે તકલીફ છે. તેથી જૂના સ્ટોક પર હોલમાર્કિગ કરવાની મુદત વધારીને 31 ઓગસ્ટ 2022 સુધી કરી  આપવી જોઈએ.

પહેલી સપ્ટેમ્બરથી BKCમાં આવેલા ભારત ડાયમંડ બુર્સમાં આ લોકોને પ્રવેશ નહીં મળે, ભારત ડાયમંડ બુર્સે બહાર પાડ્યો આ ફતવો; જાણો વિગત

ઓલ ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ અસોસિયેશનના મુંબઈ અધ્યક્ષ કુમાર જૈને જણાવ્યું હતું કે મુંબઈ જેવા શહેરોમાં હોલમાર્કિગ સેન્ટરની સંખ્યા ઓછી છે. દેશમાં પણ ફક્ત 933 હોલમાર્કિંગ સેન્ટર છે. તેની દરેકની ક્ષમતા 300 પીસ દાગીનાને હોલમાર્ક કરવાની છે. અત્યાર સુધી ચાર લાખ જવેલર્સમાંથી 59,390 લોકો પોતાનું રજીસ્ટ્રેશન BIS પાસે કરાવી ચૂકયા છે. હવે બહુ થોડા દિવસ બાકી રહ્યા છે.  31 ઓગસ્ટ સુધી તમામ જવેલર્સો હોલમાર્કિંગ કરાવી શકે એવું જણાતું નથી. તેથી સરકારે મુદત વધારી આપવી જોઈએ.

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Exit mobile version