Site icon

RILનું નવું વેન્ચર / મુકેશ અંબાણીની કંપનીએ લોન્ચ કર્યું ઈથેનોલ મિક્સ પેટ્રોલ, શું ઓછા થશે ભાવ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડઅને BP મોબિલિટીના જોઈન્ટ વેન્ચર Jio-BP એ E20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Mukesh Ambani in big preparation with three companies! Increasing investments in 5G, green energy and FMCG

Mukesh Ambani in big preparation with three companies! Increasing investments in 5G, green energy and FMCG

News Continuous Bureau | Mumbai

Ethanol Blending Petrol: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી મોબિલિટી (BP Mobility) ના જોઈન્ટ વેન્ચર Jio-BP એ E20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલનું મિશ્રણ હોય છે. બંને કંપનીઓના જોઈન્ટ વેન્ચર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, આ પેટ્રોલ અત્યારે પસંદ કરેલા કેટલાક પેટ્રોલ પંપો પર ઉપલબ્ધ રહેશે. આપને જણાવી દઈએ કે ઈન્ડિયા એનર્જી વીક (India Energy Week) દરમિયાન પીએમ મોદીએ આ અઠવાડિયે ઈ-20 પેટ્રોલ (E20 Petrol) નું વેચાણ શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Community

શરૂ થયુ ઈથેનોલ બ્લેન્ડ પેટ્રોલનું વેચાણ

પીએમ મોદીએ ત્રણેય સરકારી પેટ્રોલિયમ કંપનીઓ માટે આ પેટ્રોલની શરૂઆત કરી હતી. પરંતુ હવે Jio-BPએ પણ 20 ટકા ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના વેચાણની માહિતી આપી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, E20 પેટ્રોલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ E20 પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ હશે.

ઈથેનોલ મિક્સ પેટ્રોલને માર્કેટમાં લોન્ચ થયું

જિયો-બીપી દેશની પહેલી એવી ખાનગી કંપની છે, જેણે બજારમાં ઈથેનોલ મિક્સ પેટ્રોલ લોન્ચ કર્યું છે. હવે આ પેટ્રોલ દિલ્હી, મુંબઈ સહિત દેશના પસંદગીના કેટલાક શહેરોમાં સ્થિત પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ થશે. આગામી સમયમાં તેને અન્ય પેટ્રોલ પંપ પર પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. તેના માટે સરકાર દ્વારા લાંબા સમયથી કામગીરી કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : ખરાબ સમય પહેલા મળી જાય છે આવા સંકેતો, બરબાદીથી બચવું હોય તો સતર્ક થઈ જાઓ!

સરકારની પ્લાનિંગ

હકીકતમાં સરકારની યોજના ક્રૂડ ઓઈલ (Crude Oil) ના બિલને ઘટાડવાની છે. તેના માટે સરકાર પેટ્રોલના વિકલ્પ પર સતત કામ કરી રહી છે. આ અંતર્ગત ઈથેનોલ મિક્સ પેટ્રોલનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તેના માટે સરકારે ઊર્જા સુરક્ષા, નીચા કાર્બન ઉત્સર્જન, સારી હવાની ગુણવત્તા, આત્મનિર્ભરતા,પરાલી જેવા અવસેષોનો ઉપયોગ કરી ખેડૂતોની આવક વધારવા માટે સરકારે પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવાની ગાઈડલાઈન જારી કરી હતી. 

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version