ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 જુન 2020
ભારતીય કોર્પોરેટ ના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના નોંધાઈ છે. આ સિદ્ધિ વધારે નોંધપાત્ર એ કારણએ પણ છે કે વિશ્વમાં કોરોના વાયરસ જેવી મહામારીમાં લોકડાઉન ને કારણે આર્થિક ચક્ર થંભી ગયું છે. એવા સમયે આટલું તોતીંગ ભંડોળ ભેગું કરવું એ બહુ મોટી સિદ્ધિ છે. જે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ મેળવી બતાવી છ..
રિલાયન્સે માત્ર 58 દિવસમાં 168818 કરોડનું રોકાણ મેળવ્યું છે. જેમાં @વૈશ્વિક ટેકનોલોજીનું રોકાણ 115693.95 છે. જ્યારે @રાઇટ્સ ઇશ્યૂ 53124.20 છે.
આ અવસરે ગદગદ થતાં મુકેશ અંબાણીએ કહ્યું કે "રિલાયન્સને દેવા મુક્ત કરીને શેરધારકોને આપેલું વચન, અમારી નિયત સમયમર્યાદા 31 માર્ચ 2021 પહેલાં જ પૂરું કર્યું છે". અને જો આમાં પેટ્રો- રિટેલના જોઈન્ટ વેન્ચરમાં બીપીને વેચવામાં આવેલો હિસ્સો પણ ગણવામાં આવે તો આ રકમ 1.75 લાખ કરોડને આંબી જાય છે.
આર.આઈ.એલ નો રાઈટ્સ ઈશ્યુ 1.59 ઘણું છલકાઈ ગયો હતો. જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ છેલ્લા દસ વર્ષમાં કોઈપણ બિન નાણાકીય સંસ્થા દ્વારા લાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ છે.
અંતમાં મુકેશ અંબાણીએ કહ્યું કે "રિલાયન્સ કંપની નથી પરંતુ એક પરિવાર છે અને આ તમારી કંપની વિશ્વની સૌથી શક્તિશાળી બેલેન્સશીટ ધરાવતી કંપનીઓમાંની એક બની જશે એની હું તમને ખાતરી આપું છું".
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com