Jio Space Fiber : જિયોએ ભારતના સૌથી અંતરિયાળ વિસ્તારોને કનેક્ટ કરવા માટે ભારતનું પ્રથમ સેટેલાઇટ આધારિત ગીગાબાઇટ બ્રોડબેન્ડનું રજૂ કર્યું

Jio Space Fiber : જિયો તેના જિયોફાઇબર, જિયોએરફાઇબર અને હવે જિયોસ્પેસફાઇબર થકી સંપૂર્ણ સમાવિષ્ટ બ્રોડબેન્ડ આપી રહ્યું છે.

by Akash Rajbhar
Jio launches India's first satellite-based gigabit broadband to connect India's remotest areas

News Continuous Bureau | Mumbai 

Jio Space Fiber : વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ મોબાઇલ ડેટા નેટવર્ક રિલાયન્સ જિયો(Reliance Jio) ઇન્ફોકોમ લિમિટેડે ભારતના(India) અગાઉ અત્યંત દુર્ગમ ગણાતા ભૌગોલિક વિસ્તારોમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ(High speed broadband) સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગા ફાઇબર(Giga Fiber) સર્વિસીઝનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું છે. જિયોએ શુક્રવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જિયોસ્પેસફાઇબર નામના તેના નવા સેટેલાઇટ(New satellite) બ્રોડબેન્ડની રજૂઆત કરી હતી. આ સેવા સમગ્ર દેશમાં અત્યંત પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે.

આજે જિયો 450 મિલિયનથી વધુ ભારતીય ગ્રાહકોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ ફિક્સ્ડ લાઇન અને વાયરલેસ સેવાઓ પૂરી પાડી રહ્યું છે. ભારતમાં દરેક ઘર માટે ડિજિટલ સમાવેશને વેગ આપવા માટે જિયોએ જિયોસ્પેસફાઇબરનો તેની જિયોફાઇબર તથા જિયોએરફાઇબરની પ્રીમિયર બ્રોડબેન્ડ સેવાઓની શ્રેણીમાં સમાવેશ કર્યો છે. જિયોના લીધે ગ્રાહકો અને વ્યવસાયોને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વિશ્વસનીય, ઓછી વિલંબિતતા સાથેની અને હાઇસ્પીડ ઇન્ટરનેટ તથા મનોરંજન સેવાઓની અભૂતપૂર્વ સગવડ મળી છે. હવે સેટેલાઇટ નેટવર્ક મોબાઇલ બેકહોલ માટે વધારાની ક્ષમતાને પણ સંચાલિત કરશે અને તે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જિયો ટ્રૂફાઇવજીની ઉપલબ્ધતા અને ક્ષમતાને વધુ વિસ્તારશે.

Jio launches India's first satellite-based gigabit broadband to connect India's remotest areas

જિયો વિશ્વની અદ્યતન મીડિયમ અર્થ ઓર્બિટ (M.E.O) સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લેવા માટે એસ.ઇ.એસ. સાથે ભાગીદારી કરી રહ્યું છે, જે એકમાત્ર એમ.ઇ.ઓ. કોન્સ્ટેલેશન છે જે અવકાશમાંથી ખરેખર યુનિક ગીગાબીટ, ફાઇબર જેવી સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. જિયો પાસે એસ.ઇ.એસ.ના ઓ3બી અને નવા ઓ3બી એમપાવર ઉપગ્રહોના સંયોજનની ઍક્સેસ છે તે સાથે તે એકમાત્ર એવી કંપની છે જે ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજી આપે છે, તે સમગ્ર ભારતમાં વિસ્તારી શકાય તેવું અને સસ્તું બ્રોડબેન્ડ પૂરું પાડે છે, તે ખાતરીપૂર્વકની વિશ્વસનીયતા અને સેવાની સુગમતાના સ્તર સાથે આ ક્ષેત્રે પ્રથમ છે.

આ સમાચાર પણ વાંચો :  Israel Hamas War: ઈઝરાયેલી સેના ગાઝામાં ઘૂસી, ટેન્કો સાથે મચાવી તબાહી.. ગાઝાના થયા બેહાલ.. જુઓ વિડીયો..

તેની તાકાત અને પહોંચ પ્રદર્શિત કરવા માટે ભારતના ચાર અંતરિયાળ સ્થાનો પહેલાથી જ જિયોસ્પેસફાઇબર સાથે જોડાયેલા છે:

ગીર ગુજરાત
કોરબા છત્તીસગઢ
નબરંગપુર ઓડિસા
ઓએનજીસી – જોરહાટ આસામ

“જિયોએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. જિયોસ્પેસફાઇબર સાથે અમે હજી સુધી નહીં જોડાયેલા લાખો લોકોને આવરી લેવા માટે અમારી પહોંચને વિસ્તારીએ છીએ,” તેમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું. “જિયોસ્પેસફાઇબર દરેકને, દરેક જગ્યાએ, ઓનલાઈન લાવી સરકાર, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓની ગીગાબીટ ઍક્સેસ સાથે નવી ડિજિટલ સોસાયટીમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાની અનુકૂળતા ઊભી કરી આપશે.”

“જિયો સાથે મળીને અમે એક યુનિક સોલ્યૂશન સાથે ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલને સમર્થન આપવા બદલ ખુશ છીએ, આ ટેક્નોલોજીનો ઉદ્દેશ્ય ભારતમાં કોઈપણ સ્થાને મલ્ટીપલ ગીગાબાઇટ્સ પર સેકન્ડ ઓફ થ્રૂપૂટ પહોંચાડવાનો છે, ” તેમ એસ.ઇ.એસ.ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જ્હોન-પોલ હેમિંગ્વેએ જણાવ્યું હતું. “અવકાશમાંથી અમારી પ્રથમ ફાઇબર જેવી સેવાઓ આજે ભારતના કેટલાક વિસ્તારોમાં પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે, અને અમે આ ટેક્નોલોજી કેવી રીતે દેશના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ પરિવર્તન લાવે છે તે જોવા પણ ઉત્સુક છીએ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More