Site icon

લોકડાઉનના ગાળામાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો જંગી નફો…જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

31 જુલાઈ 2020

જૂન 30, 2020ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિક ગાળાના સંકલિત પરિણામો

ભારતનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યુ સફળતાપૂર્વક પારઃ 1.59 ગણું ભરણું છલકાયું

રાઇટ્સ ઇશ્યુ, જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ અને જિયો-બી.પી. ભાગીદારીથી રૂ. 2,12,809 કરોડનું ભંડોળ મેળવ્યું

મૂડી એકત્રીકરણ ભારતના મૂડી બજારના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના

રિલાયન્સ જિયોની રૂ. 7,281 કરોડની વિક્રમજનક વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક (EBITDA)

રિલાયન્સ રિટેલે 200 કરતાં વધારે શહેરોમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ લોન્ચ કર્યું

લોકડાઉન દરમિયાન રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ વ્યવસાયોએ 90 ટકા ક્ષમતાએ પરિચાલન કર્યું.. 

મુખ્ય બાબતોઃ

ત્રિમાસિકગાળાની મુખ્ય કામગીરી (સંકલિત)

 

સ્વતંત્ર રીતે ત્રિમાસિકગાળાની કામગીરી

રિલાયન્સ જિયો લિમિટેડનાં સ્વતંત્ર પરિણામો 

રિલાયન્સ રિટેલની મુખ્ય કામગીરી (સંકલિત)

પરિણામો પર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળાના સમયમાં રિલાયન્સ પરિવારે દર્શાવેલા ઉદાહરણરૂપ પ્રતિબધ્ધતા અને સંવેદનાથી હું ખૂબ જ વિનમ્ર અને પ્રેરિત થયો છું.

વૈશ્વિક લોકડાઉનના કારણે માગમાં આવેલા તીવ્ર ઘટાડાથી અમારા હાઇડ્રોકાર્બન વ્યવસાય પર વિપરીત અસર પડી પરંતુ અમારા પરિચાલનની લવચિકતાએ અમને લગભગ સામાન્ય સ્તરે પરિચાલન માટે અને ઉદ્યોગજગતના અગ્રેસર તરીકે પરિણામો આપવા સક્ષમ બનાવ્યાં છે. લોકડાઉન દરમિયાન લાખો લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ મેળતી રહે તે સુનિશ્ચિત કરવા માટે અમારી રિટેલ અને જિયોની ટીમોએ અથાક પરિશ્રમ કરતાં અમારાં ગ્રાહક-લક્ષી વ્યવસાયો વ્યક્તિઓ અને વ્યવસાયો માટે જીવાદોરી બની રહ્યાં.

આ ત્રિમાસિક ગાળામાં અમે ભારતીય કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટું ભંડોળ ઊભું કરવાની પ્રક્રિયા પૂરી કરી. અમારા રાઇટ્સ ઇશ્યુને સહયોગ આપવા બદલ લાખો વ્યક્તિગત રોકાણકારોનો હું આભાર માનું છું અને રિલાયન્સની વૃધ્ધિના રોમાંચક નવા તબક્કામાં અમારા નવા ભાગીદારોને આવકારું છું.”

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Exit mobile version