ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
કોરોના વગર પોતાની સાથે whatsapp પર અનેક નકામા મેસેજ વાયરલ થાય છે જેનો સામાન્ય લોકો શિકાર બનતા હોય છે. આવો જ એક મેસેજ ગત વર્ષે વાયરલ થયો હતો કે હોળી ના કાર્યક્રમમાં એલચી અને કપૂર બાળવાથી વાતાવરણ સ્વચ્છ થશે. આવા મેસેજ ને કારણે હજારો ટન એલચી વગર કારણે આગ માં બળી ગઈ. તેમજ ટનબંધ કપૂરનું નુકસાન થયું.
શું મુંબઈ શહેરમાં હવે ઇમારતોમાં થી કોરોના ઝૂંપડપટ્ટી તરફ જશે. આ રહ્યો ઈશારો. જાણો વિગતે..
એક વર્ષ પછી હવે નવી વાર્તા સામે આવી છે જે મુજબ સતત કપૂર સૂંઘવાથી કોરોના નથી થતો. આ વાત સદંતર હંબક અને નકામી છે. હકીકતે બજારમાં જે કપૂર વેચાય છે તે કેમિકલ કપૂર છે અને ભિમસેની કપૂર નથી. તેમ છતાં એ લોકો કપૂર ખરીદવા માટે દોટ મૂકી રહ્યા છે. આ આંધળી દોડ ને કારણે કપૂર નો ભાવ જે સામાન્ય રીતે ૫૦૦થી ૫૫૦ રૂપિયા કિલો હતો તે વધીને 1200 રૂપિયા કિલો થઇ ગયો છે.
લોકો કોરોનાથી બચે કે ન બચે કપૂર વેચવાવાળા કમાઈ ગયા.