Site icon

કરવા ચોથ પર પત્નીના નામે ખોલાવો આ સ્પેશિયલ એકાઉન્ટ- દર મહિને મળશે 45 હજાર રૂપિયા- જાણો કેવી રીતે

News Continuous Bureau | Mumbai

તમે તમારી પત્નીના નામે ન્યૂ પેન્શન સિસ્ટમ(New Pension System) (NPS) એકાઉન્ટ (account) ખોલાવી શકો છો.

Join Our WhatsApp Community

આ કરવા ચોથ(Karwa chauth) પર તમે તમારી પત્ની માટે કંઈક ખાસ પ્લાન કરી શકો છો. જો તમે ઈચ્છો છો કે તમારી પત્ની આત્મનિર્ભર બને જેથી તમારી ગેરહાજરીમાં ઘરમાં એક રેગ્યુલર ઈનકમ આવે અને ભવિષ્યમાં તમારી પત્ની રૂપિયા માટે કોઈના પર નિર્ભર ન રહે, તો તમે આજે જ તેના માટે રેગ્યુલર ઈનકમ (Regular Income) ની વ્યવસ્થા કરી શકો છો. તેના માટે તમારે નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) માં રોકાણ કરવું જોઈએ.

પત્નીના નામ પર ખોલાવો ન્યૂ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ

તમે તમારી પત્નીના નામે ન્યૂ પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર એક સાથે રકમ આપશે. તેની સાથે દર મહિને તેમને પેન્શનના રૂપમાં રેગ્યુલર ઈનકમ પણ થશે. એટલું જ નહીં, NPS એકાઉન્ટની સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલું પેન્શન મળશે. તેની સાથે તમારી પત્ની 60 વર્ષની ઉંમર પછી રૂપિયા માટે કોઈના પર નિર્ભર રહેશે નહીં. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

આ સમાચાર પણ વાંચો : 15000 રૂપિયામાં ખરીદો આ સ્માર્ટ ટીવી- તમને ફ્લિપકાર્ટ સેલમાં મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ

રોકાણ (investment) કરવું પણ ખૂબ જ સરળ

તમે તમારી સુવિધા મુજબ દર મહિને અથવા વાર્ષિક ન્યૂ પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી શકો છો. તમે ફક્ત 1,000 રૂપિયાથી તમારી પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ 60 વર્ષની ઉંમરે મેચ્યોર થાય છે. નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો તો પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી તમે NPS એકાઉન્ટ ચલાવી શકો છો.

45 હજાર સુધીની માસિક ઈનકમ(Monthly income)

ઉદાહરણ તરીકે જો તમારી પત્ની 30 વર્ષની છે અને તમે તેમના NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો. જો તેને વાર્ષિક રોકાણ પર 10 ટકા રિટર્ન મળે છે, તો 60 વર્ષની ઉંમરે તેમના એકાઉન્ટમાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. તેમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેમને દર મહિને લગભગ 45,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે તેમને આ પેન્શન આજીવન મળતું રહેશે.

કેટલી પેન્શન મળશે ?

• ઉંમર – 30 વર્ષ 

• રોકાણનો કુલ સમયગાળો – 30 વર્ષ 

• મંથલી કોન્ટ્રીબ્યૂશન(Monthly Contribution) – 5000 રૂપિયા

• રોકાણ પર અંદાજિત રિટર્ન – 10 ટકા

• કુલ પેન્શન ફંડ(Total Pension Fund) – 1,11,98,471 રૂપિયા (મેચ્યોરિટી પર ઉપાડી શકો છો રકમ) 

• એન્યુટી પ્લાન(Annuity Plan) ખરીદવા માટે રકમ – 44,79,388 રૂપિયા

• અંદાજિત એન્યુટી રેટ 8 ટકા – 67,19,083 રૂપિયા

• મંથલી પેન્શન(Monthly Pension) – 44,793 રૂપિયા

ફંડ મેનેજર(Fund Manager) કરે છે એકાઉન્ટ મેનેજમેન્ટ(Account Management)

આ સમાચાર પણ વાંચો : Business Idea- શરૂ કરો છપ્પરફાડ કમાણી કરી આપતો આ બિઝનેસ-એક ઝાડથી કમાવી શકો છો 6 લાખ રૂપિયા

NPS એ કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ (Social Security Scheme) છે. આ સ્કીમમાં તમે જે રૂપિયાનું રોકાણ કરો છો તેનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર(Central govt) આ પ્રોફેશનલ ફંડ મેનેજરોને આ જવાબદારી આપે છે. આવી સ્થિતિમાં એનપીએસમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. જો કે આ સ્કીમ હેઠળ તમે જે રૂપિયા રોકાણ કરો છો, તેના પર રિટર્નની ગેરન્ટી નથી હોતી. ફાઇનેન્શિયલ પ્લાનર્સ મુજબ, NPSએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 10 થી 11 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે.

RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
SEBI: યુપીઆઇથી (UPI) ચુકવણી કરનાર ને થશે ફાયદો, સેબીએ (SEBI) લોન્ચ કરી નવી સિસ્ટમ, જાણો તેના વિશે અહીં
Exit mobile version