Site icon

જાણવા જેવું – Amazon-Flipkart પર કેવી રીતે સસ્તામાં મળે છે પ્રોડક્ટ- આ છે અસલી કારણ- જેના કારણે થાય છે નફો

News Continuous Bureau | Mumbai

ઓનલાઈન સેલે(Online sale) લોકોની ખરીદી કરવાની રીત બદલી નાખી છે. જ્યાં પહેલા લોકો ઓફલાઈન માર્કેટમાં(offline market) જઈને કોઈક વસ્તુ ખરીદતા હતા. હવે પેમેન્ટથી લઈને શોપિંગ સુધી બધું ઓનલાઈન થઈ રહ્યું છે. જે લોકો સામાન ખરીદતા પહેલા દરેક બાજુથી ચેક કરતા હતા તેઓ પણ ઓનલાઈન ખરીદી(Online shopping) કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

તેનું મુખ્ય કારણ ઓનલાઈન માર્કેટ પ્લેસ(Online market place) પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ છે. iPhone ની જ વાત કરીએ તો આઈફોન 13 ફ્લિપકાર્ટ-એમેઝોન(Flipkart-Amazon) પર 50 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં વેચાઈ રહ્યો છે.

સવાલ એ છે કે આ કંપનીઓ તે પ્રોડક્ટ ક્યાંથી લાવે છે, જે તેને ઓછી કિંમતે વેચી શકે છે. તેઓ પ્રોડક્ટને ઓછી કિંમતે વેચીને નફો કેવી રીતે કરી શકે છે? ચાલો જાણીએ કે આ સમગ્ર પ્રક્રિયાનો બિઝનેસ કોન્સેપ્ટ શું છે.

નાના વેપારને પ્રોત્સાહન આપીને

MSMEs ને પ્રોત્સાહન આપીને એમેઝોન અને ફ્લિપકાર્ટ સસ્તામાં ઘણી બધી વસ્તુઓ સસ્તામાં વેચી શકે છે. MSME એટલે માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝીસ(Micro, Small and Medium Enterprises). જેના કારણે ઈ-માર્કેટ પ્લેસ(E-marketplace) પર પ્રોડક્ટ સસ્તા ભાવે મળી રહે છે.

આ સમાચાર પણ વાંચો :  Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો

બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સસ્તામાં માલ વેચવા માટે સ્થાનિક બિઝનેસ માલિકો અને અન્ય MSME નો સંપર્ક કરે છે. તાજેતરમાં એમેઝોને જણાવ્યું હતું કે કરોડો ગ્રાહકો MSME અને સ્થાનિક લોકલ બિઝનેસના પ્રોડક્ટ્સને પસંદ કરી રહ્યા છે.

સસ્તામાં પ્રોડક્ટ કેમ વેચે છે કંપનીઓ

જો તમે કોઈપણ કંપનીની વેબસાઈટ પર નજર નાખો તો ત્યાંની પ્રોડક્ટની કિંમત એમેઝોન-ફ્લિપકાર્ટ કરતા પણ વધુ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ કંપનીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેમની પ્રોડક્ટ્સ સસ્તામાં કેમ વેચે છે? તેનું કારણ વધુ માલ વેચીને વધુ નફો મેળવવાનું છે.

અહીં બ્રાન્ડ્સ તેમના માર્જિનને ઘટાડીને વધુ પ્રોડક્ટ્સ વેચી શકે છે. બીજું એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર કન્ઝ્યૂમર્સનો મોટો સમૂહ મળે છે. આ પ્રકારના દરેક પ્રોડક્ટ પર બ્રાન્ડ્સનો નફો ભલે ઓછો હોય, પરંતુ તેનું ઓવરઓલ પ્રોફિટ સેલ વધવાની સાથે વધી જાય છે.  કારણ કે દરેક સેલમાં કોઈના કોઈ બેંકના કાર્ડ પર ડિસ્કાઉન્ટ મળે છે. કંપનીઓને પણ આનો લાભ મળે છે. હકીકતમાં સેલમાં જે પ્રાઈઝ શો કરવામાં આવે છે, તે તમામ ડિસ્કાઉન્ટ પછી હોય છે. તેમા બેંક ઓફર્સ પણ સામેલ હોય છે. જેના કારણે કંપનીઓ પોતાનો સામાન સસ્તામાં વેચી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  કામનું / Amul કંપની આપી રહી છે બમ્પર કમાણીની તક, ફફ્ત આટલા કલાક કામ કરી દર મહિને મેળવી શકો છો સારો નફો

 

IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version