Kotak Alternate Asset : કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા

Kotak Alternate Asset : કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડના સીઈઓ-ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટ્રેટેજી લક્ષ્મી ઐયરે જણાવ્યું હતું કે “એયુએમમાં રૂ. 2,000 કરોડની સફર અડગ પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપકતા અને રોકાણકારોના વિશ્વાસના લીધે શક્ય બની છે જેમણે ભારતીય ઇક્વિટીના ક્ષેત્રે કોટક આઇકોનિકને તેમના પસંદગીના રોકાણ સાધન તરીકે પસંદ કર્યું છે.

by kalpana Verat
Kotak Alternate Asset Kotak Alternate Asset Managers raises Rs 2000 crore from its iconic fund

  News Continuous Bureau | Mumbai 

Kotak Alternate Asset : કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડે (Kotak Alt) આજે જાહેર કર્યું છે કે તેના કોટક આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા છે. આ ઓપન-એન્ડેડ ફંડને ઇક્વિટી મલ્ટી-એડવાઇઝર પોર્ટફોલિયો સોલ્યુશન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશન અને ટેક્ટિકલ અલોકેશનમાં વૈવિધ્યસભર એક્ટિવ અને પેસિવ સ્ટ્રેટેજી અપનાવીને ફ્લેક્સિબલ અપ્રોચ જાળવ્યો છે.

આજના ડાયનેમિક ઇન્વેસ્ટિંગ ક્ષેત્રે રોકાણકારોને વધતી ઊથલપાથલ અને સતત બદલાતા બજાર માહોલ સાથે તાલ મિલાવવાનું વધુને વધુ મુશ્કેલ લાગી રહ્યું છે જેનાથી રોકાણકારોને માર્કેટ સાઇકલમાં ઇક્વિટી પોર્ટફોલિયો બનાવવો અને જાળવવો પડકારનજક લાગી રહ્યો છે.  કોટક આઇકોનિક ફંડ શિસ્તબદ્ધ ફ્રેમવર્ક આધારિત ઇન્વેસ્ટિંગ અને રિસ્ક મેનેજમેન્ટ સાથે આ સમસ્યા દૂર કરે છે અને સરળ રોકાણ યાત્રા પૂરી પાડે છે.

કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડના સીઈઓ-ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટ્રેટેજી લક્ષ્મી ઐયરે જણાવ્યું હતું કે “એયુએમમાં રૂ. 2,000 કરોડની સફર અડગ પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપકતા અને રોકાણકારોના વિશ્વાસના લીધે શક્ય બની છે જેમણે ભારતીય ઇક્વિટીના ક્ષેત્રે કોટક આઇકોનિકને તેમના પસંદગીના રોકાણ સાધન તરીકે પસંદ કર્યું છે. કોટક આઇકોનિક ફંડ રોકાણકારની ઇક્વિટી સફરમાં કાર્યક્ષમતા અને ઓપરેશનલ સરળતા લાવવામાં મદદ કરે છે. ફંડના નિષ્ણાંત પ્રોફેશનલ્સની ટીમ સતત એવી રોકાણ વ્યૂહરચનાઓ શોધે છે જે ફંડના રોકાણ હેતુઓ સાથે સંલગ્ન હોય.”

આ સમાચાર પણ વાંચો :  Piyush Goyal Gudhi Padwa 2024 :ભાજપ ઉત્તર મુંબઈ ઉમેદવાર શ્રી પિયુષ ગોયલ એ આ વિસ્તારમાં ગુડી પડવા પર નવા નિવાસમાં ગ્રહ પ્રવેશ કર્યો.

કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડના ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો સોલ્યુશન્સના હેડ નિશાંત કુમારે જણાવ્યું હતું કે “કોટક આઇકોનિક રોકાણકારોને તેમના ઇક્વિટી ફાળવણી માટે વન-સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે જે સ્ટ્રેટેજી સિલેક્શન, અલોકેશન અને પર્ફોર્મન્સ મોનિટરિંગને ડાયનેમિકલી સંભાળે છે. કોટક આઇકોનિક ફંડ આકરા સંશોધન, શિસ્તબદ્ધ ફ્રેમવર્ક આધારિત રોકાણ, રિસ્ક મેનેજમેન્ટ અને ભારતીય આર્થિક ક્ષેત્રની ઊંડી સમજના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.”

કોટક આઇકોનિક ફંડ એ સેબી રજિસ્ટર્ડ કેટેગરી 3 અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) છે જે કોટક ગ્રુપની અલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ આર્મ કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડ દ્વારા મેનેજ કરવામાં આવે છે.

કોટક આઇકોનિક ફંડ એ અમેરિકા, યુકે, સિંગાપોર, ડીઆઈએફસી અને હોંગકોંગ સહિતના પાંચ ઓફશોર કાર્યક્ષેત્રોમાંથી ઇનફ્લોને સ્વીકારે છે જે બિન-રહીશોને ભારતીય ઇક્વિટી બજારોની એક્સેસ માટે સરળ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. કોટક ઓપ્ટિમસ અને કોટક આઇકોનિક હેઠળ કોટક અલ્ટ વિવિધ રોકાણ હેતુઓ ધરાવતા રહીશ અને બિન-રહીશ રોકાણકારો બંનેને મલ્ટી-એસેટ અને ઇક્વિટી ડિસ્ક્રીશનરી પોર્ટફોલિયો ઓફર કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More