ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
સ્થાનિક કરિયાણાની દુકાન હવે લોકપ્રિય ઉત્પાદનોથી ઉભરાય છે. જો કે, થોડા મહિના પહેલા આ સ્થિતી નહોતો. લોકડાઉનનાં પ્રારંભિક મહિના માર્ચ અને એપ્રિલ દરમિયાન, ફૂડ અને એફએમસીજી ક્ષેત્રે ઘણી નાની અને સ્થાનિક બ્રાન્ડ્સ ઉભરી આવી. તે દરમિયાન, સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હોવાથી મોટી બ્રાન્ડની સપ્લાય ઓછી થઈ હતી.
જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માર્કેટ રિસર્ચ એજન્સી નીલસનનું એફએમસીજી ઈન્ડેક્સ દર્શાવે છે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક બ્રાન્ડ્સ વચ્ચેનો અંતર હવે ઓગસ્ટમાં 9 પોઇન્ટ થઈ ગયો છે. મોટી અને લોકપ્રિય બ્રાન્ડ્સે હવે સપ્લાય ચેઇન અડચણો, ડિસ્ટ્રિબ્યુટરના પડકારો અને રિટેલરોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ ઉકેલી લીધા છે. સ્થાનિક લોકડાઉનથી ઘણી કંપનીઓના વ્યવસાયને અસર થઈ હતી. ઘણી કંપનીઓ આક્રમક રૂપે તેમના ઉત્પાદનોને ગ્રામીણ વિસ્તારોમાં સપ્લાય કરી રહી છે કારણ કે તેમને ત્યાં સારી તકો દેખાય છે.
માર્કેટ નિષ્ણાત ના જણાવ્યા મુજબ નાની કંપનીઓ પાસે નવા ક્ષેત્રોમાં પોતાની હાજરી વધારવા માટે પૂરતા સંસાધનો નથી. આમાંની કેટલીક કંપનીઓને રોકડની અછત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તેમની પહોંચ મર્યાદિત છે. વધુમાં જણાવ્યું હતું કે સંકટ સમયે ગ્રાહકો વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરફ વધુ વલણ ધરાવે છે.