News Continuous Bureau | Mumbai
બહુચર્ચિત LICના IPOને રોકાણકારોએ(Investors) બહોળો પ્રતિસાદ આપ્યો હતો. રોકાણકારોના ભારે પ્રતિસાદ બાદ પણ જોકે શેરની કિંમત(Share price) ધસરી પડતા મોટા પ્રમાણમાં નિરાશા સાપડી હતી. જોકે આ દરમિયાન LICના રોકાણકારો માટે આનંદના સમાચાર છે. આ કંપનીએ પહેલા ક્વાટરનો(first quarter) અહેવાલ જાહેર કરવાની તૈયારીમાં છે. કંપનીના મેનેજમેન્ટે બેઠક(Management meeting) બોલાવી છે, જેમાં રોકાણકારોને ડિવિડન્ડ(Dividends) જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.
LICએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay Stock Exchange) સાથે કરેલા પત્રવ્યવહારમાં(Correspondence) 30મેના રોજ ક્વાર્ટરલી અહેવાલ જાહેર કરવાની હોવાનું કહ્યું છે. કંપનીના મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચા બાદ રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, ખાદ્ય તેલ બાદ હવે આ વસ્તુ પણ લોકોને મળશે સસ્તી!
બજારના નિષ્ણાતોના કહેવા મુજબ શેર બજારમાં(Share market) LICના શેર અપેક્ષિત દેખાવ કર્યો નથી. છતાં રોકાણકારોને લાભ થવાનો છે. ગયા વર્ષે કંપનીએ ડિવીડંડ આપ્યું નહોતું. LICમાં 25 ટકા શેર વેચવાની સરકારની પોલિસી છે અત્યાર સુધી 3.5 ટકા શેરનું વેચાણ થયું છે. આગામી સમયમાં ફરી તબક્કાવાર IPO લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે.