સુપ્રીમ કોર્ટે લોન મારેટોરિયમ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમ એટલે કે EMIમાં છૂટની અવધીનું સંપૂર્ણ વ્યાજ માફ કરવાનો ઈન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તે ઇકોનોમિક પોલીસી મામલે દખલ ન કરી શકે. તે નક્કી નહીં કરે કે કોઇ પોલીસી યોગ્ય છે કે નહી. કોર્ટ ફક્ત તે નક્કી કરી શકે છે કો કોઇ પોલીસી કાયદા સંમત છે કે નહીં.
જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેંચે આ ચુકાદો આપ્યો.