News Continuous Bureau | Mumbai
નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે ઈંધણના ભાવમાં(fuel prices) થોડી રાહત મળી છે. કેન્દ્ર સરકારે(Central Govt) આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં(LPG cylinder price) ઘટાડો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ(Government oil companies) આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે ઘરેલુ સિલિન્ડરના(domestic cylinders) ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. મહત્વનું છે કે 6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1,859.50થી ઘટીને 1,744 રૂપિયા થઇ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સિલિન્ડરની કિંમત 2009.50થી ઘટીને 1,893 રૂપિયા થૈ ગઈ છે. તો મુંબઈમાં નવો ભાવ 1,696 રૂપિયા થયો જે પહેલા 1,844 રૂપિયા હતો. અને કોલકાતામાં હવે LPG સિલિન્ડર 1,995.50 રૂપિયામાં મળશે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય.
ઘરેલુ સિલિન્ડરના દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. એક ઘરેલુ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1079 રૂપિયા, ચેન્નાઈમાં 1068.50 રૂપિયા અને મુંબઈમાં 1052 રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે દેશની ગેસ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની(commercial gas cylinders) કિંમતો નક્કી કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.