પેટ્રોલ-ડીઝલની આકાશને આંબતી કિંમતો વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો કર્યો છે.
સબ્સિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
હવેથી સબસિડી વિનાના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવ આજથી લાગૂ થઈ ગયા છે.
આ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં આ ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ, 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.