News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ભારતમાં મહિલાઓને બચત (Savings) કરવાની સારી ટેવ છે. બીજી તરફ LXME દ્વારા એક્સિસ માય ઇન્ડિયા (Axis My India) સાથે મળીને કરવામાં આવેલા સર્વે (Survey) માં કેટલીક અલગ બાબતો સામે આવી રહી છે. સર્વે મુજબ દેશની 33 ટકા મહિલાઓ રોકાણ (Investment) પર ધ્યાન આપતી નથી. અન્ય મહિલાઓની પ્રથમ પસંદગી સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે.
દરેક જગ્યાએ ભાગીદારી વધી
આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી મજબૂત કરી છે. સરકાર પણ તેમને આગળ લાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. આજે આઈટી સેક્ટર હોય, બેન્કિંગ હોય, એકાઉન્ટન્સી હોય, ફેશન હોય, મેડિકલ પ્રોફેશન હોય, મીડિયા ઈન્ડસ્ટ્રીઝ હોય, દરેક જગ્યાએ મહિલાઓ મોટી સંખ્યામાં કામ કરતી જોવા મળે છે. જ્યારે શેરબજાર અને અન્ય પ્રકારના રોકાણમાં તેમની ભાગીદારી પુરુષો કરતા ઘણી ઓછી છે.
સર્વેમાં શું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે LXME દ્વારા એક્સિસ માય ઈન્ડિયા સાથે મળીને કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 33 ટકા મહિલાઓ કોઈપણ પ્રકારનું રોકાણ કરતી નથી. જોકે 21 થી 25 વર્ષની વયજૂથમાં આ આંકડો 40 ટકા રહ્યો છે. દેશની 55 ટકા મહિલાઓને રોકાણ વિશે વધારે જાણકારી નથી. ઘણી મહિલાઓ માત્ર બચત જ કરે છે, રોકાણમાં તેમની ભાગીદારી ઓછી હોય છે. બીજી તરફ ઘણી સ્ત્રીઓ મોટી જવાબદારીઓને કારણે કંપનીઓમાં રોકાણ કરી શકતી નથી કારણ કે તેઓ તેમના ઘર અને બાળકોની ચિંતામાં ડૂબી જાય છે.
આ સમાચાર પણ વાંચો : કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે
Gold અને FD
મહિલાઓ ભારતમાં રોકાણ કરે છે, પરંતુ તેઓ મોટાભાગે સોનાના દાગીના, બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પીપીએફ (PPF), એન્ડોમેન્ટ પોલિસીમાં રોકાણ કરવા પર આધાર રાખે છે. આ સર્વેમાં 42 ટકા મહિલાઓ સોનાના દાગીનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 35 ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ બેંક FDમાં રૂપિયા રોકે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ મોંઘવારીની અસરોથી નાણાને બચાવવા અને સંપત્તિ બનાવવા માટે કંઈ કરતા નથી.
ઓછું રિટર્ન
ઉલ્લેખનીય છે કે સોનાના દાગીના અને બેંક એફડીના રોકાણમાંથી મળતું રિટર્ન વાર્ષિક 5-6 ટકાથી વધુ નથી. જ્યારે ફક્ત શેર જ એકમાત્ર એવી એસેટ છે જેણે અન્ય એસેટ ક્લાસની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે.
100માં ફક્ત 21 મહિલાઓ
ભારતીય શેરબજારમાં મહિલાઓની ભાગીદારી ઘણી ઓછી છે. તેમાં પુરૂષોની ભાગીદારી વધારે છે. ભારતનું સ્ટોક એક્સચેન્જ વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. રિપોર્ટ મુજબ મહિલાઓની ભાગીદારી માત્ર 21 ટકા છે. આમ ભારતમાં દર 100 રોકાણકારોમાંથી માત્ર 21 મહિલાઓ છે. વિશ્વના અન્ય ઉભરતા બજારના દેશોમાં આ આંકડો ભારત કરતા ઘણો સારો છે. ચીનમાં 34 ટકા, દક્ષિણ આફ્રિકામાં 33 ટકા અને મલેશિયામાં 29 ટકા રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ફોલ્ટી બ્રીજ કે પછી સીટ બેલ્ટ ન પહેરવો- ફોરેન્સીક ટીમે સાયરસની મોત માટે આ કારણ આગળ ધર્યું