ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
કોરોનાની મહામારી વચ્ચે એ તરફ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે બીજી તરફ મુંબઈમાં કાર્યરત એવી મહાનંદા ડેરીએ રાહતના સમાચાર આપ્યા છે.
મહાનંદા ડેરી પોતાના દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાની કપાત કરી છે. હવે મહાનંદા ના દૂધ નો ભાવ ૪૮ રૂપિયા પ્રતિ લીટર હશે. મહાનંદા દૂધ કંપની દૈનિક દોઢ લાખ લીટર દૂધ સપ્લાય કરે છે. કંપનીનું માનવું છે કે અઘરા સમયમાં દૂધનો ભાવ સસ્તો કરવાથી લોકો વધુ દૂધ ખરીદશે અને તેઓનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કામ ના સમાચાર : એલ. આઇ. સી. એ પોતાના કામ કરવાના સમયમાં કર્યો બદલાવ. આ છે વિગત…
