News Continuous Bureau | Mumbai
અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટેડર્સ (કેટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી શંકર ઠક્કરના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે કેન્દ્રના આરોગ્ય વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી ભારતી તાઈ પવાર ને ( Bharti Pawar ) એફએસએસએઆઈ ( FSSAI ) નિયમો ને કારણે વ્યાપારમાં થતી સમસ્યાઓ દૂર કરવા બાબત મળી ને નિવેદન આપ્યું હતું.
આ નિવેદનમાં ખાદ્યતેલના વ્યવસાયને સતત પરેશાન કરતી સમસ્યાઓ, ખાસ કરીને છુટ્ટા તેલના વેચાણની પરવાનગી, નવા ડબ્બાઓની ઉપલબ્ધતા ના હોવા અને ઘણા રાજ્યોમાં પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધની સાથે તેના કારણે ગ્રાહકોના આરોગ્ય અને પર્યાવરણ પર થતી આડઅસરોને ધ્યાનમાં રાખીને, ઠંડા પીણાની કંપનીઓને જૂના બોટલના ઉપયોગની પરવાનગીની તર્જ પર જૂના ડબ્બા નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા અને ઉત્પાદનની જગ્યાએ નાના ઉત્પાદકો માટે લેબોરેટરી ફરજિયાત ન બનાવવા જેવા ઘણા વિષયો વિશે કાયદાઓમાં સુધારો કરીને ફેરફારો કરવા માટે ઘટતું કરવાની વિનંતી કરી હતી.
તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા પછી, ભારતી તાઈ આ મુદ્દાઓ વિશે વધુ જાણવા અને યોગ્ય પગલાં લેવા માટે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠકનું આયોજન કરવા સંમત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : તા.૨ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત’વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી
આ બેઠકમાં મહા સંઘ ના સમિતિના સભ્યો વિનીત પરમાર અને રાજેશ ગુપ્તા હાજર રહ્યા હતા.
: અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ
રાષ્ટ્રીય અધ્યક્ષ: શ્રી શંકર ઠક્કર
8655500600