Union Minister of State for Textiles Smt. Darshanaben Jardosh કેન્દ્રિય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના પ્રાયાસથી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને લુમ્સ મશીન ઉપર ઝીરો ડયુટીનો લાભ મળશેઃ

સુરતના ટેક્ષટાઇલ ઉધ્યોગને નોટિફિકેશનમા રહેલી વિસંગતતાઓ નાણામંત્રાલય દ્વારા દૂર કરતાં હજારો ઉદ્યોગકારોને સીધો ફાયદો થશે

by hiral meriya
Union Minister of State for Textiles Smt. Darshanaben Jardosh will benefit Surats textile industry with zero duty on looms machines

News Continuous Bureau | Mumbai 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રીશ્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનાં ( Darshanaben Jardosh ) નેજા હેઠળ દેશમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગના ( textile industry ) વિકાસ, અપગ્રેડેશન અને વિશ્વભરમાં ટેક્સ્ટાઇલની નિકાસ વધે એ માટે શ્રેણીબદ્ધ પહેલ કરવામાં આવી છે જેમાં સુરત સહિત પીએમ મિત્રા ટેક્સ્ટાઈલ પાર્કનો પણ સમાવેશ થાય છે. એવી જ રીતે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે અને ટેક્નૉલોજી ટ્રાન્સફર સરળ થાય, ટેક્સ્ટાઈલ અને ખાસ કરીને વીથિંગ ઉદ્યોગમાં આધુનિકતા આવે એ હેતુથી તાજેતરમાં અમુક ચોક્ક્સ લૂમ્સ મશીનની ( looms machines ) આયાત પર કસ્ટમ્સ ડ્યુટી ૮.૨૫%થી ઝીરો કરવામાં આવી હતી. જો કે તેમાં જાહેરનામાંની વિસંગતતાને લીધે સુરતના વીવર્સ તેનો લાભ લઈ ન શકતા હોવાની રજૂઆત વીવર્સ તરફથી શ્રીમતી દર્શનાબેન જરદોશને કરવામાં આવી હતી. શ્રીમતી જરદોશે આ મામલે શ્રી પિયુષ ગોયલના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલયને વીવર્સની રજૂઆતથી વાકેફ કરીને આ વિસંગતતા દૂર કરવા કહ્યું હતું. તેમની રજૂઆતને પગલે નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગે જાહેરનામાંમાં સુધારો કરતા હવે સુરતના વીવર્સને પણ તેનો લાભ મળશે.

સુરતના( Surat)  વીવર્સ ત્રણ પન્ના રેપિયર જેકાર્ડ જેવા લૂમ્સ આયાત કરે છે પણ ૬૫૦ આરપીએમ પર ચાલે છે એવો ઉલ્લેખ ન હોવાથી ઝીરો ડ્યુટીનો લાભ મળતો ન હતો, હવે સુધારેલા જાહેરનામા મુજબ ૬૫૦ આરપીએમની ઉપરના શટલલેસ રેપિયર લૂમ, ૮૦૦ મીટર્સ પર મિનિટના શટરલેસ વોટરજેટ લૂમ્સ, ૧૦૦૦ મીટર પર મિનિટ્સની ઉપરના શટરલેસ એરજેટ લૂમ્સની આયાત ઝીરોં કસ્ટમ ડ્યુટીએ થઈ શકશે. શટરલેસ લૂમ્સના ભાગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક ઉદ્યોગકારે કહ્યું કે ૭૦૦ મશીનો પર કસ્ટમ ડ્યુટી ૮.૨૫% ભરવી પડતી હતી એમાંથી હવે મુક્તિ મળશે

આ સમાચાર પણ વાંચો :  તા.૨ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત’વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી

શ્રીમતી જરદોશે કહ્યું કે, કેન્દ્ર સરકાર જવાબદાર, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર પર ચાલતી સરકાર છે અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના વિકાસ માટે વાજબી માગણીઓ સતોષવા હંમેશા કટિબદ્ધ અને તત્પર રહે છે. ટેક્સ્ટાઇલ મંત્રાલય દ્વારા હંમેશા સૌથી વધારે હિતધારકો સાથે વાત કરી, વિચાર વિમર્શ કરી તેમની માગણીને ન્યાય આપવામાં આવે છે. વધુમાં કહ્યું કે, સરકારમાં મંત્રાલયો વચ્ચે વાડાબંધી નથી એટલે આંતર મંત્રાલયો વચ્ચેના પ્રશ્નો પણ સહેલાઇથી ઉકેલાય જાય છે. આ વિસંગતતા દૂર થવાથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગ વધારે ઉત્પાદકીય ગુણવત્તાયુક્ત, સ્પર્ધાત્મક અને અપગ્રેડ બનશે અને નિકાસમાં વધુ યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સુરતના ટેક્સ્ટાઇલ ખાસ કરીને વીવર્સે આ વિસંગતતા દૂર કરવા બદલ શ્રીમતી જરદોશ, કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ અને નાણાં મંત્રાલયનો આભાર માન્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More