ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
મહિન્દ્રાની XUV700 લોન્ચ થઈ ત્યારથી ભારતમાં તેની ભારે ડિમાન્ડ રહી છે. અત્યાર સુધી SUVના 70,000થી વધુ યુનિટસ બુક થઈ ગયા છે. કંપની ડિસેમ્બર 2021 સુધી 14,000 કારની ડિલિવરી કરશે. આ કંપનીએ 5-સીટર અને 7-સીટર એ બે ઓપ્શનમાં લોન્ચ કરી છે.
કંપનીએ 7 ઓક્ટોબર થી બુકિંગ ચાલુ કરી દીધા હતા. તેની ડિલિવરી 30 ઓક્ટોબરથી ચાલુ કરી હતી. આ વાહનને ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફટી રેટિંગ મળી છે. આ SUVને એડલ્ટ પ્રોટેકશન કેટેગરીમાં 17માંથી 16.03 માર્ક્સ મળ્યા છે અને ચાઈલ્ડ પ્રોટેકશન કેટેગરીમાં 49માંથી 41.66 માર્ક્સ મળ્યા છે. આ કારને 66.00માંથી 57.69 માર્ક્સ મળ્યા છે. સાથે જ તે SUV ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. ટેસ્ટિંગ કરેલા મોડેલ્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, સીટબેલ્ટ રિમાઈન્ડર, ફ્રન્ટ સીટ બેલ્ટ પ્રીટેન્શનર્સ અને ISOFIX એન્કરેજ સહિત એન્ટ્રી લેવલમાં વેરિયન્ટ હતા.
પહેલા દિવસે ‘ પેટીએમ‘નું ફક્ત આટલા ટકા ભરણું જાણો વિગત.
XUV700માં પેટ્રોલ અને ડિઝલ બંનેને એન્જિન પર્યાય ઉપલબ્ધ છે. મિડિયમ સાઈઝની આ SUVની કિંમત ઈન્ટ્રોડકટરી લેવલ પર 5 અને 7 સીટર સુધી 11.99 લાખ જેટલી રાખવામી આવી હતી. પહેલા 25,000 યુનિટસના બુકિંગ થયા બાદ અલગ અલગ મોડેલ્સ માટે 50,000 રૂપિયા સુધી વધ્યા છે. SUVની કિંમત 12.49 લાખ રૂપિયાથી ચાલુ થાય છે. તેમ જ ટોપ મોડેલની કિંમત 22.99 લાખ રૂપિયા છે.