News Continuous Bureau | Mumbai
Make in India Maharashtra મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યના ITI, વ્યાવસાયિક શિક્ષણ સંસ્થાઓ અને તાલીમ કેન્દ્રોમાં રિસર્ચ, નીતિ ઘડતર અને અભ્યાસક્રમ ડિઝાઇન માટે માત્ર ભારતીય કન્સલટન્સી કંપનીઓ ને જ તક મળશે. વિદેશી કંપનીઓ માટે “નો એન્ટ્રી” જાહેર કરવામાં આવી છે.
વિદેશી કંપની નો અંત, ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રાધાન્ય
કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા એ જણાવ્યું કે, “હવે સ્વદેશી કન્સલટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે. ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) ના ધોરણે રિસર્ચ અને નીતિ ઘડતરમાં પણ ભારતીય દૃષ્ટિકોણને સ્થાન મળશે.” આ નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે.
કૌશલ્ય ક્ષેત્રમાં નવી તકો અને રોજગાર
આ પગલાથી રતન ટાટા મહારાષ્ટ્ર કૌશલ્ય યુનિવર્સિટી, રાજ્ય નવીનતા સોસાયટી અને રોજગાર સેવાયોજન વિભાગને સીધો લાભ મળશે. સ્થાનિક કંપનીઓ માટે કામની તકો વધશે અને યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી થશે. “આપલું સંશોધન, આપલી દૃષ્ટિ” એ ધોરણ પર હવે નીતિ ઘડતર થશે.
આ સમાચાર પણ વાંચો : NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
વિશ્વ સ્પર્ધામાં ભારતીય યુવાનોને મજબૂત બનાવવાનો પ્રયાસ
લોઢા એ જણાવ્યું કે, “વિશ્વ સ્તરે સ્પર્ધા માટે ભારતીય યુવાનોને તૈયાર કરવું અને ભારતને 2047 સુધીમાં આર્થિક મહાસત્તા બનાવવું એ મુખ્ય લક્ષ્ય છે.” આ માટે કૌશલ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી અને ભારતીય વિચારધારાનું સંયોજન જરૂરી છે.