ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસ જેવા મોટા શેરોમાં થયેલા વધારાને પગલે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર માર્કેટ મોટા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. દિવસના ઉતાર ચડાવ પછી બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.31 ટકા વધીને 127.01 પોઇન્ટના વધારા સાથે 40685.50 પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 0.28 ટકા (33.90 પોઇન્ટ) વધીને 11930.35 ના સ્તર પર બંધ થયો.
નોંધનીય છે કે આ પહેલા ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 148.82 અંક અથવા 0.37% ઘટી 40558.49 અને નિફ્ટી 41.20 પોઇન્ટ અથવા 0.35% ઘટી 11896.50 પર બંધ રહ્યો હતો.
