ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
કારોબારી સપ્તાહના પ્રથમ સત્રમાં ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે મોટા ઘટાડા સાથે શરૂઆતી કારોબાર કરતા નજરે પડી રહ્યા છે.
સેન્સેક્સ 1,122.21 અંક ઘટીને 57,030.71 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 341.25 અંક ઘટીને 17,033.50 પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં મજબૂત ઘટાડાનાં સંકેતો પ્રી-ઓપનિંગમાં જ જોવા મળ્યા હતા અને તેની ખૂબ જ નબળી શરૂઆતથી રોકાણકારોનો ગભરાટ વધી ગયો છે.
