ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
ભારતીય શેરબજારના ઘટાડા ના દોર ઉપર આખરે બ્રેક લાગી છે.
આજે મિશ્ર વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં દેખાયું છે.
આજે સેન્સેક્સ ઉપર 402.20 અંક ઉછળીને 57,702.88 પર ખુલ્યો જયારે નિફટીએ 125.60 અંક વધીને 17,194.50 પર પર ખુલ્યો છે.
મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ383 પોઈન્ટ ઘટીને 57,300 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114 પોઈન્ટ ઘટીને 17,092 પર બંધ થયો હતો.
