News Continuous Bureau | Mumbai
સતત બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે.
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું છે.
હાલ સેન્સેક્સ 515.71 પોઇન્ટના વધારા સાથે 56,978.86 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 166.65 પોઇન્ટના વધારા સાથે 17,125.30 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 1458 શેરમાં ખરીદીનો માહોલ હતો જ્યારે 512 શેરમાં વેચવાલી જોવા મળી હતી અને 83 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
ઉલ્લેખનીય છે કે મંગળવારે બજાર લાલ નિશાન પર બંધ રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : રાજધાની કીવને કબજે કરવામાં નિષ્ફળ જતા રોષે ભરાયું રશિયા, યુક્રેનની સેનાને આપ્યું અંતિમ અલ્ટીમેટમ; કહ્યું-જીવતા રહેવું હોય તો તાત્કાલિક કરો આ કામ..