News Continuous Bureau | Mumbai
Marriage Loan Interest: દરેક માતા-પિતાની એક આશા હોય છે કે તેઓ તેમના છોકરા કે છોકરીના લગ્ન ( Marriage ) ધામધુમથી કરે, પરંતુ હાલ જે રીતે મોંઘવારીએ માજા મુકી છે, તેમાં લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવામાં ઘણી સમસ્યાઓ આવે છે. પરંતુ આ ચિંતાને હળવી કરવા હવે બેંકોએ લગ્ન માટે પણ લોન આપવાનું શરુ કર્યું છે. જેમ લોકો ઘર માટે લોન છે. તેવી જ રીતે હવે બેંકમાથી તમે લગ્ન માટે પણ લોન લઈ શકો છે. જેમાં ઘણી બેંકોએ લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું શરૂ કર્યું છે.
અહેવાલ મુજબ, બેંકોએ ( Banks ) લગ્ન માટે લોન લેવા માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. જેમાં શરતો અનુસાર, લગ્ન માટે લોન લેતી વખતે, અરજદારની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. આ લોન લેતી વખતે વધુમાં વધુમાં અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજદારની આવક ઓછામાં ઓછી પંદર હજાર જરૂરી છે. તેમ જ ક્રેડિટ સ્કોર ( Credit score ) 750 થી ઉપર હોવો જોઈએ. આ લોન લેવા માટે આધાર પુરાવાની જરૂર પડશે. રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ, ટેલિફોન બિલ, આધાર, મતદાર કાર્ડ જરૂરી છે. છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરવાના રહેશે. જો અરજદાર નોકરી પર જાય છે. તો નોકરી અને પગારની સ્લિપનો પુરાવો આપીને પણ લોન મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Coastal Road: મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત…. કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ તારીખથી ટોલ ફ્રી ખુલ્લો મુકાશે..
કેટલીક બેંકો લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન આપી રહી છે….
મળતી માહિતી મુજબ, કેટલીક બેંકો લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન પણ આપી રહી છે. જેમ કે ( HDFC Bank ) HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, બજાજ ફિનસર્વ, ટાટા કેપિટલ, SBI અને લેન્ડિંગકાર્ટ જેવી બેંકો લોન આપી રહી છે. તેના માટે ( Interest) વ્યાજ દર 10.49 ટકાથી 36 ટકા સુધીનો રાખવામાં આવ્યો છે. આ વ્યાજ દર CIBIL સ્કોર ( CIBIL Score ) પર આધાર રાખે છે. જો CIBIL સ્કોર સારો હોય તો વ્યાજ ઓછું રહેવાની શક્યતા છે. લોનની ચુકવણીનો સમયગાળો એક થી સાત વર્ષનો રહી શકે છે.
(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. )