વૈશ્વિક અને એશિયન બજારોના ઘટાડાની અસર પણ ભારતીય બજારો પર પડી છે.
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં કોહરામ મચી ગયો હતો. શેરબજાર માટે છેલ્લા 11 મહિનામાં આજનો દિવસ સૌથી ખરાબ રહ્યો છે.
બોમ્બે સ્ટોક એક્સચેંજનો બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1,939પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ નિફ્ટી પણ 14,550 ના સ્તર પર આવી ગયો હતો.