MDoNER: અમદાવાદમાં પૂર્વોત્તર વેપાર અને રોકાણ રોડ શો યોજાયો, નવા રોકાણકરો માટે મોટું મંચ..

MDoNER: અમદાવાદમાં પૂર્વોત્તર વેપાર અને રોકાણ રોડ શો યોજાયો

by khushali ladva
MDoNER Northeast Trade and Investment Roadshow held in Ahmedabad, a big platform for new investors..

MDoNER: પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રાલય (MDoNER)એ આજે અમદાવાદમાં પૂર્વોત્તર વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોમાં પૂર્વોત્તર રાજ્યોમાં તકો શોધવા માટે આતુર સંભવિત રોકાણકારોનો ભારે રસ પેદા થયો હતો. આ કાર્યક્રમમાં માનનીય MDoNER અને શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર તેમજ એમડોનર, પૂર્વોત્તર પરિષદ, પૂર્વોત્તર રાજ્યો, એનઇએચડીસી અને એનઇઆરએમએસીનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આદરણીય રાજ્ય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે માનનીય પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરને ભારતની અષ્ટલક્ષ્મી તરીકે ભાર મૂક્યો હતો, જે ઝડપી ઔદ્યોગિકરણ માટે તૈયાર મુખ્ય આર્થિક સંપત્તિ છે. તેમણે છેલ્લાં 10 વર્ષ દરમિયાન માનનીય પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી માળખાગત ક્ષેત્રની મુખ્ય વિકાસલક્ષી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં અન્ય બાબતો ઉપરાંત હવાઈ અને રેલવે જોડાણ, જળમાર્ગો વગેરેનું વિસ્તરણ સામેલ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઉન્નતિ યોજના, 2024 પ્રસ્તુત  કરવી એ અન્ય એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેનો ઉદ્દેશ સ્થાયી વિકાસને વેગ આપવાનો, રોકાણને પ્રોત્સાહન આપવાનો અને ભારતનાં અખંડ ભારત વિઝનને મજબૂત કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો:  Rural Land Digitization: ગ્રામીણ સશક્તિકરણ માટે ડિજિટાઇઝેશન, સાથે ગવર્નન્સના મહત્વ પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો

MDoNER: આદરણીય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વના આઠ રાજ્યોમાંથી દરેકમાં અનન્ય શક્તિઓ, સંસાધનો અને તકોનો સમાવેશ થાય છે, જે આ પ્રદેશને ભારતની વિકાસગાથામાં એક અમૂલ્ય સંપત્તિ બનાવે છે. તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાથી માંડીને તેના કુદરતી સૌંદર્ય અને વ્યૂહાત્મક સ્થાન સુધી, પૂર્વોત્તર ક્ષેત્ર દેશના અગ્રણી આર્થિક પાવરહાઉસ તરીકે વિકસિત થવાની પુષ્કળ શક્યતાઓ ધરાવે છે. દક્ષિણપૂર્વ એશિયાની નજીક હોવાથી પૂર્વોત્તર ક્ષેત્રને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવેશદ્વાર તરીકે પણ સ્થાન આપે છે, જે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી સાથે સંપૂર્ણ પણે સુસંગત છે. તેમણે પ્રવાસન અને હોસ્પિટાલિટી, કૃષિ અને સંલગ્ન  ઉદ્યોગો, હેલ્થકેર, મનોરંજન અને રમતગમત, માળખાગત સુવિધા અને લોજિસ્ટિક્સ, આઇટી અને આઇટીઇએસ, ટેક્સટાઇલ્સ, હેન્ડલૂમ અને હસ્તકળા, ઊર્જા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં પૂર્વોત્તરનાં રાજ્યોની શક્યતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગુજરાતના ગતિશીલ વ્યાવસાયિક સમુદાયને પૂર્વોત્તર ક્ષેત્રની સંભવિતતાને શોધવા માટે આમંત્રણ આપ્યું હતું અને પૂર્વોત્તરને રોકાણના સ્થળ તરીકે જ નહીં, પણ એક વિશિષ્ટ વાર્તા અને અમર્યાદિત સંભવિતતા ધરાવતા પ્રદેશ તરીકે પણ ધ્યાનમાં લીધું હતું.

WhatsApp Image 2025-01-17 at 13.27.22(1)

MDoNER: MDoNERના સંયુક્ત સચિવ શ્રી શાંતનુએ ઉત્તર પૂર્વના લાભ અને રોકાણ અને વેપાર માટેની તકો પરના તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય વિસ્તાર સમૃદ્ધ વણખેડાયેલી સંભવિતતા ધરાવે છે. છેલ્લા એક દાયકામાં, સરકારે અસંખ્ય વિલંબિત પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેનાથી વિવિધ યોજનાઓ / પહેલ દ્વારા સ્થાનિક સમુદાયો અને લાખો લોકોને લાભ થયો છે. તેમણે આઇટી અને આઇટીઇએસ, હેલ્થકેર, એગ્રિ અને આનુષંગિક, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, રમતગમત અને મનોરંજન, પ્રવાસન અને હોસ્પિટાલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, ટેક્સટાઇલ્સ, હેન્ડલૂમ્સ અને હેન્ડિક્રાફ્ટ્સ એન્ડ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાંની તકો પર પણ પ્રકાશ પાડ્યો. એમડોનર  દિલ્હીમાં ‘પૂર્વોત્તર રોકાણકાર શિખર સંમેલન’નું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. સમિટ અગાઉની વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન પૂર્વોત્તરનાં રાજ્યોને અત્યાર સુધી સમજૂતીકરાર (એમઓયુ) અને લેટર્સ ઑફ ઇન્ટેન્ટ સ્વરૂપે રૂ. 77,000 કરોડથી વધારેનાં કુલ રોકાણનાં વચનો મળ્યાં છે.

આ સમાચાર પણ વાંચો: Farmer Registry Portal: ગુજરાતમાં ૩૩ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરી, ૫૦% નોંધણી પૂર્ણ પર ખેડૂતોને મળશે વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ…

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનાં ઉદ્યોગ અને આંતરિક વેપાર વિભાગ (ડીપીઆઇઆઇટી)નાં પ્રતિનિધિએ ઉન્નતિ યોજના પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોને તેનાં લાભો અને સંબંધિત પ્રોત્સાહનોની વિસ્તૃત સમજણ પ્રદાન કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉન્નતિ યોજનાનો ઉદ્દેશ પૂર્વોત્તર ભારતમાં ઔદ્યોગિકરણ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના રોકાણકારો અને ઉત્પાદક કંપનીઓને આકર્ષવા માટે પ્રોત્સાહનો પ્રદાન કરે છે, ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ને ટેકો આપે છે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને નિકાસ વધારવા માટે સ્થાનિક ઉત્પાદન અને સેવાઓને પ્રોત્સાહન આપે છે.

MDoNER: પૂર્વોત્તર રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ ક્ષેત્રોમાં ઉભરતી તકો અંગે કાર્યવાહી કરી શકાય તેવી આંતરદૃષ્ટિ વહેંચી હતી. અમદાવાદ રોડ શોમાં ઉદ્યોગજગતના અગ્રણીઓએ મજબૂત ભાગીદારી કરી હતી, જેણે પૂર્વોત્તર ભારતની રોકાણની અપીલને વધુ મજબૂત બનાવી હતી. આ કાર્યક્રમમાં કેટલીક બી2જી બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકાણકારોને પૂર્વોત્તર ક્ષેત્રમાં તેમની રોકાણ યોજનાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  RINL: આંધ્રપ્રદેશના સ્ટીલ પ્લાન્ટ માટે મહત્વપૂર્ણ પગલું, RINLને પુનઃરચના માટે આટલા કરોડની મળી મંજૂરી…

અમદાવાદ રોડ શોનું સકારાત્મક સમાપન થયું હતું, જેમાં સહભાગીઓએ પૂર્વોત્તર ક્ષેત્રમાં સહયોગી સાહસો બાબતે ખૂબ રસ દાખવ્યો હતો. આ પ્રસંગે ન માત્ર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ ભવિષ્યની ભાગીદારી, આર્થિક વૃદ્ધિ અને પ્રદેશમાં સ્થાયી વિકાસને આગળ વધારવા માટે પાયાનું કામ પણ કર્યું હતું. આ કાર્યક્રમે ભારતભરમાં સફળ રોડ શોની શ્રેણીમાં વધુ એક સીમાચિહ્નરૂપ ચિહ્નિત કર્યું હતું અને ઉત્તર પૂર્વ ભારતની બિનઉપયોગી સંભવિતતાનું પ્રદર્શન કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More