News Continuous Bureau | Mumbai
MetaCRED Strategic Deal ભારતીય ફિનટેક ક્ષેત્રે એક ઐતિહાસિક સોદો થયો છે. મેટા (Meta) એ ક્રેડ (CRED) માં આશરે ૯૦૦ મિલિયન ડોલર એટલે કે ₹૮,૫૫૦ કરોડનું જંગી રોકાણ કર્યું છે, જેના બદલામાં મેટાને કંપનીમાં ૨૦ ટકા હિસ્સો પ્રાપ્ત થશે. આ ડીલ સાથે જ ક્રેડના સંસ્થાપક કુણાલ શાહ દૈનિક કામકાજથી દૂર થઈ રહ્યા છે.
Meta-CRED Strategic Deal – ડેટા પ્રાઈવસી પર ‘નો એન્ટ્રી’
આ સોદામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે મેટાને ક્રેડના ગ્રાહકોના કોઈપણ ખાનગી ડેટાની ઍક્સેસ મળશે નહીં. ક્રેડ પાસે હાલમાં ૧.૭ કરોડ પ્રીમિયમ સભ્યોનો અત્યંત સંવેદનશીલ નાણાકીય ડેટા છે. મેટા, જે તેના બિઝનેસ મોડલ માટે જાહેરાતો પર નિર્ભર છે, તેને આ ડેટાથી દૂર રાખીને ક્રેડે ગ્રાહકોનો વિશ્વાસ અને ડેટા સુરક્ષાના નિયમો (DPDP Act) પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.
Meta-CRED Strategic Deal – નેતૃત્વમાં બદલાવ અને નવી જવાબદારી
આઠ વર્ષ સુધી સફળ નેતૃત્વ આપ્યા બાદ કુણાલ શાહ હવે ક્રેડના રોજિંદા ઓપરેશન્સમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. મિટેન સંપત, જેઓ વર્ષ ૨૦૨૦ થી કંપનીની વ્યૂહરચના અને નાણાકીય કામગીરી સંભાળી રહ્યા છે, તેમને વચગાળાના સીઈઓ (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સામે હવે કંપનીને સતત નફાકારક રાખવાની અને ભવિષ્યમાં આઈપીઓ (IPO) લાવવાની મહત્વની જવાબદારી રહેશે.
Meta-CRED Strategic Deal – વ્હોટ્સએપ અને ક્રેડનું જોડાણ
ડેટા ન મળવા છતાં મેટા માટે આ ડીલ વ્યૂહાત્મક રીતે મહત્વની છે. વ્હોટ્સએપના વિશાળ યુઝર બેઝનો ઉપયોગ કરીને ક્રેડ પોતાની નાણાકીય સેવાઓ જેવી કે પેમેન્ટ રિમાઇન્ડર અને અન્ય સુવિધાઓને વધુ સરળ બનાવી શકશે. ક્રેડ તેની વાર્ષિક આવક ₹૩,૨૦૦ કરોડ સુધી પહોંચાડી ચૂકી છે અને આ નવા ફંડનો ઉપયોગ લોન બિઝનેસ, વીમા (Insurance) અને વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે વિસ્તરણ કરવા માટે કરશે.
👉 આ સમાચાર વાચો:
Zomato Order Scam ગ્રાહકો સાથે છેતરપિંડી? ઝોમેટો ઓર્ડર ‘ડિલિવર’ થયો, પણ ફૂડ પહોંચ્યું જ નહીં! જુઓ વિડીયો