Site icon

આ કંપનીએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રક, જાણો શું છે રેન્જ, ફીચર્સ અને કિંમત

 News Continuous Bureau | Mumbai

 MG મોટર્સે (MG Motors) ઓસ્ટ્રેલિયામાં તેની ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રક (Electric pickup truck) E T60 લોન્ચ કરી છે. આ ટ્રકમાં કંપની દ્વારા શ્રેષ્ઠ મોટર અને બેટરી આપવામાં આવી છે. જેના કારણે તે સાઈઝમાં મોટી હોવા ઉપરાંત બેસ્ટ રેન્જ આપે છે. તો ચાલો જાણીએ તેની ઉપયોગિતા, કિંમત અને ફિચર્સ વિશે માહિતી આપી રહ્યા છીએ.

Join Our WhatsApp Community

MG મોટર્સ દ્વારા ઓસ્ટ્રેલિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રક (Electric pickup truck) લોન્ચ કરવામાં આવી છે. અત્યંત પોપ્યુલર એક્સ્ટેન્ડર થાઈલેન્ડ (Thailand) ના બજારોમાં વેચાય છે. તે જ સમયે તેનું ઇલેક્ટ્રિક વર્ઝન ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ તેને ઓસ્ટ્રેલિયામાં LDV બ્રાન્ડ હેઠળ UTE તરીકે વેચવામાં આવ્યું છે.

શું છે ખાસિયત

ઇલેક્ટ્રિક MG T60ના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં સિંગલ ઝોન AC આપવામાં આવ્યું છે. આ સાથે તેમાં ઓટો હેડલાઇટ અને વાઇપર્સ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ, 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ સપોર્ટ, ચાર સ્પીકર્સ, રિવર્સ કેમેરા, એલઇડી ટેલલાઇટ્સ, છ એરબેગ્સ, બ્રેક આસિસ્ટ, ABS, EBD, હિલ છે. અને હિલ એસેન્ટ કંટ્રોલ્સ, ટ્રેક્શન કંટ્રોલ, ESP જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આટલા બધા ફીચર્સ પછી પણ તેમાં એડીએએસ જેવા સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો:  ચીનમાં ઠેર ઠેર વિરોધ વંટોળ, લોકડાઉનની વિરુદ્ધમાં શાંઘાઈથી બેઈજિંગ સુધી ગુસ્સો, જિનપિંગ માટે પડકાર

ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રકની વાત કરીએ તો તેમાં આપવામાં આવેલી બેટરી એક ચાર્જમાં 330 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તેને AC અને DC બંને મોડમાં ચાર્જ કરી શકાય છે. AC ચાર્જર દ્વારા તેને સંપૂર્ણપણે ચાર્જ કરવામાં લગભગ 9 કલાકનો સમય લાગે છે. તે જ સમયે તેને 80 kW ચાર્જરથી 20 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં માત્ર 45 મિનિટનો સમય લાગશે.

કિંમત  

ઓસ્ટ્રેલિયન માર્કેટમાં ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 51 લાખ રૂપિયા છે.

પીકઅપ ટ્રક એશિયામાં પોપ્યુલર 

ભારત સહિત સમગ્ર એશિયન પ્રદેશમાં પીકઅપ ટ્રક ખૂબ જ પોપ્યુલર છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ખૂબ જ પોપ્યુલર છે. આ દેશોમાં ફક્ત તેનું ઇન્ટરનલ કમ્બશન એન્જિન વેરિઅન્ટ વેચાય છે. તેનો મુખ્ય ઉપયોગ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે જે મોટે ભાગે તેને માલ સામાનના ટ્રાન્સપોર્ટ માટે કામમાં લેવાય છે. ઑસ્ટ્રેલિયામાં ઇલેક્ટ્રિક વર્ઝનના આગમન પછી, એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તેને ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય દેશોમાં લાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Astro Tips: આ ખાસ નિયમો ઘરમાં રોટલી બનાવવા સાથે પણ જોડાયેલા છે, આ 5 પ્રસંગે ભૂલથી પણ રોટલી ન બનાવો

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version